- સુરતમાં કોરોના વેક્સિનેશનને લઈને કોર્પોરેશનની તૈયારી પૂરજોશમાં
- લગભગ 5.15 લાખ પૈકી 4.18 લાખ લોકોના રજિસ્ટ્રેશન પૂર્ણ
- 50 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્સિન પહેલા અપાશે
- 50 વર્ષથી નાના અને ગંભીર રોગ ધરાવતા લોકોને પણ પહેલા વેક્સિન મળશે
સુરતઃ સુરતમાં કોરોના વેક્સિનેશન અંગેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ અંગે ઈટીવી ભારતની ટીમે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સાથે મુલાકાત કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, હેલ્થ વર્કરનો ડેટાબેઝ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ સાથે ફ્રન્ટલાઈન વોરિયર્સ ડેટાબેઝ તૈયાર કરવાના છે, જે લોકો 50 વર્ષથી ઉપરના છે અને ગંભીર રોગથી પીડાય છે અને જે લોકો 50 વર્ષની નીચે છે અને ગંભીર રોગોથી પીડાય છે તેઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. લગભગ 5.15 લાખ પૈકી 4.18 લાખ લોકો માટે જે કામગીરી છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે. લગભગ 85 ટકા કામગીરી અત્યારે પૂર્ણ થઈ ચુકી છે.
કેટલાક કિસ્સામાં રિફ્યૂઝલ મળતા સામાજિક આગેવાનો સાથે બેઠક યોજાશે
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ રહેશે. કારણ કે, એમાં એવું પણ જોવા મળ્યું છે. કેટલાક લોકો બહાર માઈગ્રેટ થયેલા છે અને કેટલા લોકોના ઘર બંધ છે. કેટલા લોકોના કિસ્સામાં રિફ્યુઝલ મળ્યા છે. એટલે આપણે સામાજિક આગેવાનો સાથે રહીને સંપૂર્ણપણે લોકો રજિસ્ટ્રેશન કરે એના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે અને એની સાથે સાથે લોકોને પણ વિનંતી કરવામાં આવે છે. કારણકે, આ વ્યક્તિઓનું વેક્સિનેશન રજિસ્ટ્રેશન ખૂબ અગત્યનું છે અને લોકોના સ્વાસ્થ્ય માટે અને શહેરના સ્વાસ્થ માટે ખૂબ અગત્યનું હોય જેટલા લોકોના રજિસ્ટ્રેશન હજૂ સુધી નથી થયા એ લોકોના માટે સર્વેલન્સ વર્કર લોકોના ઘરે ઘરે જાય છે. એ લોકોને વિનંતી છે કે, સાથ સહકાર આપી વેક્સિનેશન રજિસ્ટ્રેશન પૂર્ણ કરે અને જ્યારે વેક્સિનેશન આવે ત્યારે ત્યારે વેક્સિનેશન લઈ સંપૂર્ણ રીતે તંદુરસ્ત અને સ્વસ્થ રહે.
આડઅસર માટે કેન્દ્ર પર 14 અલગ અલગ ઈન્જેક્શન રાખવામાં આવશે