- માનવતાએ વટાવી ક્રૂરતા
- શ્વાનને દોરડા વડે બાંધી ચાલું ગાડીએ ધસડીને લઈ જવામાં આવ્યું
- વીડિયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ
- વાયરલ વીડિયો વેસુ વિસ્તારનો હોવાનું અનુમાન
- ચાલુ ગાડીએ શ્વાનને ઘસડીને લઈ જતા મોત
સુરત: ક્રુરતાની પરાકાષ્ટા દર્શાવતો અત્યંત હેવાનિયત ભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સુરતમાં મૂંગા પશુ પ્રત્યે પિશાચી કૃત્યનો આ વીડિયો છે. જેમાં બાઇક પાછળ દોરડાથી શ્વાનને બાંધીને ખેંચવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો વેસુ વિસ્તારનો હોવાનું અનુમાન છે. આ અમાનવીય ઘટનાને લોકોએ ચોમેરથી ફિટકાર વરસાવ્યો હતો.
શ્વાનને ચાલુ બાઈકે ઘસડીને લઈ જતા મોત નિપજ્યું ખટોદરા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ
મુંગા પશુઓને ક્રૂરતાપૂર્વક હત્યા કરવાની આ બીજી ઘટના શહેરમાં બની છે. દરમિયાન આ વીડિયો સામાજિક કાર્યકર અને સોસાયટી ફોર એનિમલ્સ ઓફ ઇન્ડિયા NGOના ગુજરાતના સેક્રેટરી સલોની સત્યનારાયણ કપાડિયાને ધ્યાને આવતા તેમણે વીડિયોને આધારે ખટોદરા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આરોપી પાલિકાનો બેલદાર
સમગ્ર ઘટના અંગે ખટોદરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સી.એમ પટેલે જણાવ્યું હતું કે, વીડિયો સામે આવતા બાઈક નંબરના આધારે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. ઝડપાયેલો આરોપી પાલિકાનો બેલદાર છે. શ્વાનના ત્રાસથી આ પગલું ભર્યુ હોવાનું તેણે જણાવ્યું હતું કે તેનો મિત્ર હજુ ફરાર છે.