- ઉત્તરાયણની જાહેર રજાનો શ્રેય સુરતના જસ્ટિસ નાનાભાઈ હરિદાસને જાય છે
- તેમના પ્રયાસોથી આ રજા અંગ્રેજ સરકારે કરી હતી જાહેર
- જસ્ટિસ નાનાભાઈ હરિદાસ બોમ્બે હાઈ કોર્ટના પહેલા ગુજરાતી અને ભારતીય જસ્ટિસ હતા
સુરતઃ ઉત્તરાયણની આ રજા અંગ્રેજ સમયથી ચાલતી આવે છે. 14મી જાન્યુઆરીએ સરકારી તેમ જ જાહેર રજા અપાવવાનો શ્રેય સુરતના જસ્ટિસ નાનાભાઈ હરિદાસને જાય છે.
વગ વાપરીને તે સમયે સરકાર પર દબાણ લાવ્યા હતા
ઈતિહાસ રસિક સંજય ચોક્સી જણાવે છે કે, સુરતના જસ્ટિસ નાનાભાઈ હરિદાસ બોમ્બે હાઈ કોર્ટના પહેલા ગુજરાતી અને ભારતીય જસ્ટિસ હતા. જન્મથી સુરતી હોવાથી તેઓ મુંબઈ ગયા બાદ સુરતના રંગે જ રંગાયા હતા. તેઓ સુરતીઓની પતંગ ચગાવવાની ઘેલછાથી વાકેફ હતા. સુરતમાં રાંદેર અને ડબગરવાડ વિસ્તાર પતંગ બનાવવા માટે તેમ જ હાથથી ઘસેલી લુગદી દોરી માટે જાણીતો હતો. તેમને પતંગ ચગાવવાનો ઘણો શોખ હતો. આથી તેઓ પોતાની વગ વાપરીને તે સમયે સરકાર પર દબાણ લાવ્યાં હતા અને તેમના પ્રયોસાના કારણે આ રજા બોમ્બે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી.
ઉત્તરાયણના આગલા દિવસે ગુજરાત મેલમાં સુરતમાં આવતા હતા
આ સમયે નાનાભાઈ ગ્રાન્ટ રોડ સ્ટેશનથી ઉત્તરાયણના આગલા દિવસે ગુજરાત મેલમાં સુરતમાં આવતા હતા. ઉત્તરાયણનો આખો દિવસ સુરતમાં પતંગ ઉડાડી, ઉંધીયું અને તલ-ચીકી ખાઈને વિતાવતા હતા. તેઓ ફરી તે જ દિવસે રાત્રે ગુજરાત મેલમાં ફરી ગ્રાન્ટ રોડ જતાં હતા. તે સમયે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ન હતું, જેના કારણે ગ્રાન્ટ રોડ ઉતરવું પડતું હતું. તે સમયે ટ્રેન હાલના ચર્ચગેટથી સ્ટેશનથી આગળ કોલાબા સ્ટેશન સુધી જતી હતી.
સુરતના જસ્ટિસ નાનાભાઈના પ્રયાસોથી 14 જાન્યુઆરીની જાહેર રજા અંગ્રેજોએ કરી હતી મંજૂર