- મ્યુકોરમાયકોસીસ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે
- અત્યાર સુધી તેઓ પોતાના દર્દીઓને આંખની રોશની આપવા માટે તમામ પ્રયત્નો કરતા હતા
- રોગના કારણે તેઓ પોતાના દર્દીઓની આંખ કાઢવા માટે મજબૂર થયા છે
સુરતઃ મ્યુકોરમાયકોસીસ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ચિંતાજનક વધી રહી છે. ત્યારે સુરતમાં ઓપથેલ્મોજિસ્ટ સર્જનની સ્થિતિ હાલ ખૂબ જ કફોડી બની છે. કારણ કે, અત્યાર સુધી તેઓ પોતાના દર્દીઓને આંખની રોશની આપવા માટે તમામ પ્રયત્નો કરતા હતા. પરંતુ આ રોગના કારણે તેઓ પોતાના દર્દીઓની આંખ કાઢવા માટે મજબૂર થયા છે.
આ પણ વાંચોઃ કોરોના થયા બાદ કોને થઈ શકે મ્યુકોરમાયકોસીસ ? જાણો તબીબોનું મંતવ્ય
મ્યુકોરમાયકોસીસ દર્દીના મગજ સુધી ન પહોંચે એ માટે દિવસ-રાત સારવાર કરી રહ્યા છે.
સુરતમાં આ પ્રકારની સર્જરી કરનાર ડૉક્ટર સાથે ETV Bharatએ હાલની પરિસ્થિતિને લઈ વાતચીત કરી હતી. આ સર્જરી કરનાર ડૉ. પ્રિયતા શેઠ, ડૉ. સૌરીન ગાંધી અને ડૉ. દિશાંત શાહ મ્યુકોરમાયકોસીસ દર્દીના મગજ સુધી ન પહોંચે એ માટે દિવસ-રાત સારવાર કરી રહ્યા છે. આવા પ્રકારની સર્જરી કરનાર સુરતમાં આ માત્ર ત્રણ ડોક્ટર છે.
ફંગસને રોકવા માટે આંખ કાઢવીઅમારા માટે ખુબજ પીડાજનક હોય છે.
પોતાના દર્દીનો જીવ બચાવવા માટે અત્યાર સુધી તેઓ 34 જેટલા દર્દીઓની આંખ કાઢવા માટે મજબૂર થયા છે. દર્દીઓ તેમની પાસે છેલ્લા તબક્કામાં આવે છે, ફંગસ મગજ સુધી ન જાય એ માટે આંખ કાઢવી પડતી હોપ છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓ અને તેમના પરિજનોને એવું કહેવું રહ્યું કે, ફંગસને રોકવા માટે આંખ કાઢવી પડશે તે અમારા માટે ખુબજ પીડાજનક હોય છે. : ઓપથેલ્મોજિસ્ટ ડો. પ્રિયતા શેઠ
સર્જરી કરતા આ રોગની દવાઓ ખૂબ જ મોંઘી હોય છે.
કેટલાક કેસોમાં દર્દીઓની સ્થિતિ એવી હોય છે કે, તેઓ આ વાતને સમજી જતા હોય છે. સર્જરી કરતા આ રોગની દવાઓ ખૂબ જ મોંઘી હોય છે. અમે ખાસ કાળજી રાખીએ છે કે, દવાઓના કારણે કિડની કે અન્ય અંગો પર કોઈ પ્રકારની આડ અસર ન થાય. એટલું જ નહીં છેલ્લા તબક્કામાં આવતા દર્દીઓના ચહેરાની ચામડી કાળી પડી જાય અથવા તો ફંગસ આંખની અંદર સુધી પહોંચી જાય આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જેથી દર્દીઓના જીવ બચાવવા માટે અમારે મજબૂરીમાં પણ સર્જરી કરવી પડતી હોય છે.