સુરતઃ શહેરમાં રાત્રે વિવિધ વિસ્તારોમાં ચોરી (Theft in Surat) કરતા નેપાળીને ક્રાઈમ બ્રાંચે 2 લાખની રોકડ સાથે કુલ 2.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતે અત્યાર સુધી 8 ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે (Crime Branch Surat) બાતમીના આધારે આરોપી 25 વર્ષિય હિકમત ઉર્ફે રાજ ખડકા કેસી રહે. અડાજણ, સુરત તથા મૂળ દહીલેક નેપાળ તથા હાલમાં રહે. ગૂરૂગ્રામ, હરિયાણા)ને ઝડપી પાડ્યો હતો.
ટોયલેટની વેન્ટિલેશન બારીના કાચ તોડી ઓફિસમાં પ્રવેશ્યો
આરોપીને ચોરી (Adajan surat crime)ના રોકડા રૂપિયા 2 લાખ તથા એક મોબાઈલ ફોન મળીને કુલ 2.05 લાખ રૂપિયાના મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે, દોઢેક મહિના પહેલા ઉધના- મગદલ્લા રોડ જે.એચ. અંબાણી સ્કૂલ પાસે આગમ એમ્પોરિયા બિલ્ડિંગમાં તેણે ચોરી (Crime In Surat) કરી હતી. આરોપી મેડિકલમાંથી અગાઉ લીધેલા ગ્લવ્ઝ પહેરી-મોઢા પર રૂમાલ બાંધીને આગમ એમ્પોમરિયાના પાછળના ભાગે દિવાલ પર લોખંડની પાઈપ-વાયર વડે ત્રીજા માળે આવેલા ટોયલેટની વેન્ટિલેશન બારીના કાચ તોડી ઓફિસમાં પ્રવેશ્યો હતો.
આ પણ વાંચો:Surat Pasodra Murder Case : પાસોદરા યુવતીની હત્યાનો મામલો, ગૃહપ્રધાન પહોંચ્યા યુવતીના ઘરે