ગુજરાત

gujarat

ETV Bharat / city

યુવાનોને કલેક્ટરના હસ્તે પ્રશસ્તિપત્રો એનાયત કરાયા

વ્યારા: સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસે ઉદાર હાથે ફાળો આપવાની પ્રજાજનોને અપીલ કરીને તાપી કલેક્ટર આર.જે.હાલાણીએ ભારતીય સેનામાં પસંદગી થયેલા જિલ્લાના જવાનોને પ્રશસ્તિપત્રો એનાયત કર્યા હતા.

The youngsters were given testimonials by the collector
યુવાનોને કલેક્ટરના હસ્તે પ્રશસ્તિપત્રો એનાયત કરાયા

By

Published : Dec 13, 2019, 10:31 AM IST

સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસની ઉજવણી સાથે જિલ્લાના યુવાનોએ તેમની કારકિર્દી માટે દેશસેવાના ઉમદા કાર્યને પસંદ કર્યું, તે બદલ તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે સ્વામી વિવેકાનંદ પૂર્વ પરીક્ષા નિવાસી તાલીમ વર્ગમાથી પસંદ થયેલા 7 જેટલા યુવાનોને પ્રશસ્તિપત્રો એનાયત કરાયા હતા. આ યુવાનો પૈકી 6 યુવાનો ભારતીય સેનામાં સોલ્જર (જનરલ ડ્યુટી) તરીકે તથા એક યુવાનની સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે પસંદગી થઇ છે. તેમને રાજ્ય સરકારના રોજગાર વિભાગ દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.

યુવાનોને કલેક્ટરના હસ્તે પ્રશસ્તિપત્રો એનાયત કરાયા

આ પ્રસંગે કલેક્ટરે પ્રજાજનોને અપીલ કરતાં જણાવ્‍યું કે, આપણા રાષ્ટ્રની સુરક્ષા સાથે દેશની રક્ષા અને મુસીબતનો સામનો કરવા માટે પોતાના પ્રાણની ચિંતા ન કરનારા સેનાનીઓ પ્રત્‍યે ઋણ અદા કરવાનો તથા નાગરિક કર્તવ્‍યભાવ દર્શાવવાનો આ અવસર છે. આ સેનાનીઓ કુદરતી વિપદામાં પણ નાગરિકોના બચાવ અને રાહત કામગીરીમાં દિવસ-રાત ખડેપગે રહે છે તેનું ઋણ અદા કરવાનો પણ આ અવસર છે.

ABOUT THE AUTHOR

...view details