ગુજરાત

gujarat

ETV Bharat / city

આજથી VNSGUમાં PH.Dની ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આજે સોમવારથી PH.Dના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવામાં આવશે. ફોર્મ આજે મંગળવારથી 25 ફેબ્રુઆરી સુધી ભરવામાં આવશે. જોકે, આ વર્ષે PH.Dના કુલ 2,676 જેટલા ફોર્મ ભરાયા છે. તેમાંથી 2,041 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેશે.

આજથી VNSGUમાં PH.Dની ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે
આજથી VNSGUમાં PH.Dની ઓનલાઇન ફોર્મ ભરવામાં આવશે

By

Published : Feb 22, 2021, 1:21 PM IST

  • કુલ 2,676 જેટલા ફોર્મ ભરાયા
  • 35 વિષયો ઉપર પરીક્ષાઓ લેવામાં આવશે
  • 76 વિદ્યાર્થીઓ જ PH.Dની પરીક્ષાઓ આપી શકશે

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી PH.Dના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવામાં આવશે. ફોર્મ આજે મંગળવારથી 25 ફેબ્રુઆરી સુધી ભરવામાં આવશે. જોકે, આ વર્ષે PH.Dના કુલ 2,676 જેટલા ફોર્મ ભરાયા છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે PH.Dના ફોર્મ લેટ ભરવામાં આવી રહ્યું છે. ફોર્મ ભરવાની સંખ્યા પણ ખુબજ ઓછી જોવા મળશે. 35 વિષયો પર પરીક્ષાઓ લેવામાં આવશે.

9 ટકા જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ યોગ્ય ડિટેઇલ ન હોવાથી રદ કરવામાં આવ્યા

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી PH.Dની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે 35 વિષયો ઉપર PH.Dના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જોકે, કુલ 2,676 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. તેમાંથી 15 ટકા જેટલા વિદ્યાર્થીઓ નેટ, સ્લેટ અને ગયા વર્ષે PH.Dની પરીક્ષાઓ આપી ચૂક્યા છે. તેથી તે વિદ્યાર્થીઓ PH.Dની પરીક્ષાઓ આપી શકશે નહીં. 9 ટકા જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ યોગ્ય ડિટેઇલ ન હોવાથી રદ કરવામાં આવ્યા છે. માત્ર 76 વિદ્યાર્થીઓ જ PH.Dની પરીક્ષાઓ આપવા યોગ્ય છે.

76 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે

76 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે. કારણ કે, હાલ કોરોના મહામારીને કારણે સરકારની ગાઇડલાઈનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે બેસીને પરીક્ષાઓ આપી શકશે. ત્યારબાદ પરીક્ષાઓ પાસ થયા બાદ વિદ્યાર્થીઓને મૌખિક ટેસ્ટ માટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફાળવામાં આવશે તે સેન્ટરો પર જઈને મૌખિક ટેસ્ટ આપી શકશે.

ABOUT THE AUTHOR

...view details