- મહિલા તબીબ અને દર્દીનો અનોખો પ્રેમ
- લતાબેનને કોરોના હોવાથી મોદી આઇસોલેશનમાં લાવવામાં આવ્યા હતા
- એક માં અને દીકરી જેવો સબંધ હોય તેવી લાગણી ઉભી થઇ હતી
સુરતઃ પર્વત પાટિયા વિસ્તારમાં બનાવામાં આવેલા મોદી આઇસોલેશન સેન્ટરમાં સુરત આરોગ્યની ટીમ દ્વારા સુરતના જ રહેવાસી એવા લતાબેન જેઓને કોરોના પોઝિટિવ હતો. તેઓને સારવાર માટે સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. જે તે સમય દરમિયાન તેમની તબિયત ખુબ જ ગંભીર હતી. તેમનું ઓક્સિજન લેવલ પણ ખુબજ ઓછું હતું. ત્યારે તેમને ઈન્જેકશન પણ આપવામાં આવ્યા હતા, પણ ત્યારબાદ દિવસેને દિવસે લતાબેનની તબિયતમાં સુધાર જોવા મળ્યો હતો.
સુરતના કોવિડ સેન્ટરમાં મહિલા તબીબ અને દર્દી વચ્ચે માં-દિકરીના લાગણીશીલ દ્રશ્ય સામે આવ્યા લતાબેનને આઇસોલેશન સેન્ટરથી ઘરે જવું ન હતું
લતાબેનની તબિયત સારી થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, ત્યારે તેઓ અહીંથી જવા તૈયાર ન હતા. તેનું કારણ અહીં આવેલા દર્દીઓને પોતાના ઘર જેવો જ માહોલ મળે છે. લાતાબેન અને ત્યાંના મહિલા તબીબો વચ્ચે એવો ગાઢ સબંધ બંધાયો કે તેમને આઇસોલેશન સેન્ટરમાંથી સારા થઇ ગયા હોવા છતા ઘરે જવું ન હતું.
મહિલા ડોક્ટર પૂજા સાહનીએ લતાબેનને તુલસીનો છોડ આપીને ઘરે મોકલ્યા હતા
લાતાબેને ડોક્ટરને કહ્યું કે, મને અહીં જ રહેવું છે. તમે બધાએ મારી ઘણી સારી સેવા કરી છે. મને અહીં મારા ઘર જેવું જ વાતાવરણ લાગ્યું છે. તેમ બોલતા બોલતા તેઓ રડી પડ્યા હતા. આ જોઈ ડોક્ટર, સ્ટાફ અને સારવાર માટે આવેલા તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. મહિલા ડોક્ટર પૂજા સાહનીએ તેમને તુલસીનો છોડ આપીને ઘરે મોકલ્યા હતા. એક માં અને દીકરી જેવો સબંધ હોય તેવી લાગણી ઉભી થઇ હતી.
આ પણ વાંચોઃરાજકોટમાં 85 વર્ષના મંજુબેને 12 દિવસમાં કોરોનાને હરાવ્યો
આઇસોલેશન સેન્ટરમાં સારવાર માટે આવતા દર્દીઓના મોઢા પર ખુશી લાવવાના થયા પ્રયાસ
મહિલા તબીબ ડોક્ટર પૂજા સાહની મોદી આઇસોલેશન સેન્ટરમાં કોરોનાની સારવાર માટે આવેલા દર્દીઓની નિયમ મુજબ દેખરેખ અને દવાઓ ટાઈમ પર આપે છે. તેમણે જણાવ્યું હતું કે, મોદી આઇસોલેશન સેન્ટરમાં સારવાર માટે આવેલા કોરોનાગ્રસ્ત દર્દીઓના ચેહરા પર ખુશી લાવવી અને તેમને મહેસુસ કરાવીએ છે કે તેમને કોરોના છે જ નહી.
સુરતના કોવિડ સેન્ટરમાં મહિલા તબીબ અને દર્દી વચ્ચે માં-દિકરીના લાગણીશીલ દ્રશ્ય સામે આવ્યા દર્દીઓને તેમની ઈચ્છા પ્રમાણે તેમના ઘરના પરિવાર સાથે વાત કરાવવામાં આવે છે
દર્દીઓને તેમની ઈચ્છા પ્રમાણે તેમના ઘરના પરિવાર સાથે વાત કરાવવામાં આવે છે. આઇસોલેશન સેન્ટરમાં સારવાર માટે આવેલા લતાબેન કોરોના પોઝિટિવ હતા. તેમને સુરતની આરોગ્યની ટીમ દ્વારા જયારે અહીં સારવાર માટે લાવવામાં આવ્યા, ત્યારે તેમની તબિયત ખુબ જ ખરાબ હતી. તેમનું ઓક્સિજન લેવલ પણ ઓછું હતું. તેમને ઇન્જેકશન પણ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃઆત્મવિશ્વાસ અને પરિવારના પ્રેમની જીત - 100 વર્ષના વૃદ્ધએ 7 દિવસમાં કોરોનાને મ્હાત આપી
લતાબેનને સમજાવીને તેમના આશીર્વાદ લઈ તુલસીનો છોડ આપી ઘરે મોકલવામાં આવ્યા
લતાબેનની તબિયત સારી થતા ડિસ્ચાર્જ કરવામાં આવતા તેમને ઘરે જવું ન હતું. તેમના અહી ઘણા મિત્રો બની ગયા હતા. લતાબેનને સમજાવીને તેમના આશીર્વાદ લઈ તુલસીનો છોડ આપી ઘરે મોકલવામાં આવ્યા. વધુમાં ડોક્ટરે કહ્યું કે, અમારું કામ ખાલી દવા કે ઈન્જેકશન આપવાનું નહિ, પણ તેમની સારી રીતે સેવા કરવાની પણ છે. જેથી તેઓ ઝડપથી સારા થઇને ઘરે જઇ શકે.