ગુજરાત

gujarat

ETV Bharat / city

એકમાત્ર ગુજરાતી જ્યોતિષ આચાર્યના રાશિફળને જાપાનમાં મળી રહ્યો છે સારો પ્રતિસાદ

પ્રાચીન જ્યોતિષશાસ્ત્ર આમ તો દેશભરમાં પ્રખ્યાત છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લોકો પોતાનો શુભ કાર્યનો પ્રારંભ કરે છે અને પોતાના ભવિષ્ય અંગે માહિતી મેળવતા હોય છે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ભારતના અતિ પ્રાચીન શાસ્ત્ર હવે જાપાનમાં પણ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. ગુજરાતના એકમાત્ર ગુજરાતી જ્યોતિષ આચાર્ય દ્વારા રાશિફળ અને જાપાનમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જાપાનીઝ ભાષામાં ભાષાંતર કરાયેલા સુરતના જ્યોતિષ આચાર્ય દેવવ્રત કશ્યપના રાશિફળની પુસ્તક જાપાનના એમેઝોનમાં ટોપ ટેન પુસ્તકોની સેલિંગમાં સામેલ થઈ ગઈ છે...

Gujarati astrologer
Gujarati astrologer

By

Published : Aug 7, 2020, 3:31 PM IST

સુરત: જાપાનના લોકો પણ હવે ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ મુકતા થઇ ગયા છે. જાપાનમાં પ્રથમ વગર જાપાનીઝ ભાષામાં ભારતીય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિ ફળની પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે, આ રાશિફળ જે જાપાનીઝ પુસ્તકમાં લખવામાં આવી છે. તે ગુજરાતના પ્રખ્યાત જ્યોતિષ આચાર્ય દેવવ્રત કશ્યપની છે. આ રાશિફળ પુસ્તકનું નામ' રાશિ ઉરાનાઈ ' છે. જેની ઉપર હવે જાપાનના લોકો ખૂબ જ ભરોસો કરી ગયા છે આજ કારણ છે કે ઓનલાઇન વેચાણમાં પણ આ પુસ્તક જાપાનમાં ધૂમ મચાવી રહી છે.

મિત્રના પબ્લિકેશન થકી તેમને રાશિફળ જાપાની પુસ્તકમાં છાપવાનો આગ્રહ કર્યો

ગુજરાતના જ્યોતિષ આચાર્ય દેવવ્રત કશ્યપ સુરતમાં રહે છે. સુરતમાં રહેતા અને ડાયમન્ડ અને જાપાનમાં વ્યવસાય કરતા ગુજરાતીએ તમને આ રીતે ત્યાંના લોકોને પણ જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ છે, તેમ જણાવ્યું અને પોતાના જ એક મિત્રના પબ્લિકેશન થકી તેમને રાશિફળ જાપાની પુસ્તકમાં છાપવાનો આગ્રહ કર્યો હતો.

જાપાનીઝ ભાષામાં ભાષાંતર કરાયેલા સુરતના જ્યોતિષ આચાર્ય દેવવ્રત કશ્યપના રાશિફળની પુસ્તક જાપાનના એમેઝોનમાં ટોપ ટેન પુસ્તકોની સેલિંગમાં સામેલ થઈ

સુરતના દેવવ્રત કશ્યપે દ્વારા રાશિફળ જાપાન મોકલવામાં આવી અને વ્યક્તિના પ્રથમ નામના અક્ષર પ્રમાણે જે-તે રાશિ અંગેની જાણકારી આ પુસ્તકમાં જાપાનીઝ ભાષામાં લોકોને મળી રહી છે. સટિક રાશિફળની ભવિષ્યવાણીના કારણે હવે જાપાની લોકોમાં આ પુસ્તક ખૂબ જ પ્રસિદ્ધ થઈ રહી છે. આ જ કારણ છે કે, જાપાનના એમેઝોનમાં મૂકવામાં આવેલી પુસ્તકોના વેચાણ માના ટોપ ટેનમાં સામેલ છે.

એકમાત્ર ગુજરાતી જ્યોતિષ આચાર્યના રાશિફળને જાપાનમાં મળી રહ્યો છે સારો પ્રતિસાદ

ABOUT THE AUTHOR

...view details