- સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશથી લાલુ જાલીમને પકડી પાડ્યો હતો
- લાલુ જાલીમને પોલીસ લઈ જતી હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો
- ડેનિલ પટેલે વીડિયો સ્ટેટસમાં મૂકતા પિતાએ આપ્યો હતો ઠપકો
સુરતઃ અડાજણ (Adajan)વિસ્તારમાં આવેલા મોટી ફળિયામાં ડેનિલ વિજયભાઈ પટેલ જેની ઉંમર 19 વર્ષની છે. થોડા દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચ(Surat Crime Branch )ની ટીમે ઉત્તર પ્રદેશથી લાલુ જાલીમ(Lalu jalim)ને પકડી પાડ્યો હતો. ત્યારબાદ શહેર પોલીસ લઈ જતી હોય તેવો એક વીડિયો વાયરલ(Video viral) થયો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલમાં એવું પણ ગીત હતું કે, 'યુપી કા ડોન આયા'. આ વીડિયો સ્ટેટસ ડેનિલ પટેલે પોતાના મોબાઈલ પર સ્ટેટસ મૂકતા તેના પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો, ત્યારબાદ ડેનિલને શું થયું કે, તેણે એકાએક આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદ: પારિવારિક કંકાસના કારણે આધેડે વૃક્ષ પર લટકી ગળે ફાંસો ખાધો
ડેનિલ પટેલ અડાજણ વિસ્તારમાં આવેલી વિજય ડેરીમાં કામ કરતો હતો
ડેનિલ પટેલ અડાજણ(Adajan) વિસ્તારમાં આવેલી વિજય ડેરીમાં કામ કરતો હતો તથા પરિવારને મદદરૂપ પણ થતો હતો. તેના પરિવારમાં માતા-પિતા તથા એક બહેન પણ છે. તેમાં ડેનિલ પરિવારનો લાડકો છોકરો હતો અને રવિવારના રોજ ડેનિલે પોતાના જ નિવાસ સાથે રૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. ત્યારબાદ ફાંસો ખાધેલી હાલતમાં તેની માસીએ તેને જોતા બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને આજુ-બાજુના મિત્રો દ્વારા નીચે ઉતારી તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.