- સુરતમાં 20 વર્ષીય યુવકને લાગ્યો કરંટ
- સિવિલે યુવકને મૃત જાહેર કર્યો
- પરિવારના સભ્યો ખંભે ઉચકીને ખાનગી હોસ્પિટલ લઇ ગયા
સુરતઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. ચોકબજાર ફુલવાડીમાં રહેતો સદામ ઉર્ફે સિકંદર સાબિર શા અડાજણ ખાતે ઈલેક્ટ્રિકની દુકાનમાં કામ કરતો હતો. ગુરુવારે સાંજે તે આવાસમાં વોશિંગ મશીન રિપેરીંગ કરવા ગયો હતો. આ રિપેરીંગ દરમિયાન નીચે ભીની જગ્યામાં વિજપ્રવાહ પસાર થતા તેને કરંટ લાગતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી તેને તેનો મિત્ર વાસીફ સિવિલ લઈ આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સિકંદરના પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા, જેમને સિકંદર જીવિત હોવાની આશા હતી. જેથી મૃતકનો પરિવાર મૃતદેહને ખંભા પર ઊંચકી ખાનગી હોસ્પિટલ લઇ ગયો હતો.