હીરા નગરી સુરતમાં હીરા દલાલ જ લૂંટારુઓ બની ગયા - SURAT DIAMOND
સુરત : હીરા નગરી સુરતમાં હીરા દલાલ જ લૂંટારુઓ બની ગયા છે.સુરતના ગોપીપુરા વિસ્તારમાં ધોળા દિવસે થયેલા 53.73 લાખના હીરાની લૂંટ કરનાર આરોપીઓને ક્રાઇમબ્રાન્ચએ ઝડપી પડ્યા છે પરંતુ આરોપીઓએ લૂંટની ઘટના ને લઈ જે ખુલાસો કર્યો છે તેણે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી છે..હીરા દલાલ પાસે લૂંટ ચલાવનાર કોઈ અન્ય નહીં તેના જ હીરા દલાલ મિત્ર અને તેના સાથીદાર હતા.શા માટે હીરા દલાલ ને જ લૂંટારું બનવું પડ્યું તે હકીકત જાણી તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો....
સુરત ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયા લૂંટ પ્રકરણમાં જે આરોપીની ધરપકડ કરી છે તે કોઈ રીઢો આરોપી નહીં પરંતુ હીરા દલાલ છે.સુરત શહેર ક્રાઈમબ્રાન્ચની ગિરફતમાં આવેલ આરોપીઓએ શહેરના ગોપીપુરા વિસ્તારમાં હીરાના દલાલની ઓફિસમાં ધોળા દિવસે લૂંટ ચલાવી હતી. હીરાદલાલનું કામ કરતા સુરેશ પટેલ નામના આરોપીએ પોતાના મિત્ર મગન વસોયાને જ લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. નવસારીના હીરાદલાલે એક મહિના પહેલા ફરિયાદી મગનને રૂ.53.76 લાખના હીરા વેચવા માટે આપ્યા હતા જેની જાણ સુરેશ ને થતા સુરેશે તેના મિત્ર વિપુલ ભરવાડ અને નીતિન ધમેલીયા સાથે હીરાની લૂંટ કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું. 22 મેં 2019 ના સાંજે 4 વાગ્યાના અરસામાં એક ઇસમને હીરા વેપારી બનાવીને મોકલ્યા બાદ નીતિન અને વિપુલ ફરિયાદી મગનની ગોપીપુરા સ્થિત ઓફિસમાં ધસી ગયા હતા. સુરેશ પટેલ પણ મગનની ઓફિસમાં હજાર હતો. ત્રણેય જન લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. નીતિન અને વિપુલ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. મગનની આંખમાં સ્પ્રે છાંટીને લૂંટ ચલાવી હતી.