- હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવા થશે શરૂઆત
- કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કરશે ઈ-લોકાર્પણ
- 31 માર્ચના રોજ કરશે ઈ-લોકાર્પણ
સુરતઃ હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝનું પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે 31 માર્ચ 2021ના રોજ સાંજે 4:30 કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ કરવામાં આવશે. દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુના પ્રવાસ માટે અંદાજે 13થી 14 કલાકનો સમય લાગશે.
આધુનિક સુવિધાઓથી સજ્જ
300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં પ્રવાસ કરાવશે. આ ક્રુઝ ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ચાર માસ પૂર્વે જ વડાપ્રધાન મોદીના હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી.