- સુરતમાં 12,000 કરોડ રૂપિયાનો મેટ્રો રેલ પ્રોજેક્ટ
- જુદા જુદા દેશના આર્થિક સહકારથી ભંડોળની વ્યવસ્થા કરાઈ
- મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે કન્સ્ટ્રક્શન ટૂંક જ સમયમાં શરૂ થશે
આ પણ વાંચોઃઅમદાવાદ મેટ્રો ફેઝ-2નું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, 2024 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે : મેટ્રો MD અમિત ગુપ્તા
Body:સુરત મેટ્રોની કામગીરી હવે ધીમે ધીમે ગતિ પકડી રહી છે સદભાવ ઇંજનેરી લિમિટેડ, એસપી સિંગલા કન્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એન્જિનિયરોએ 40.36 કિલોમીટરના સુરત મેટ્રો એક પ્રોજેક્ટના પ્રથમ એલિવેટેડ વિભાગના નિર્માણ માટે ડ્રીમ સિટી ખાતે પરિક્ષણ પાઇલિંગની કામગીરી શરૂ કરી દીધી છે. આથી હવે કન્સ્ટ્રકશન કામ શરૂ થવાથી માત્ર એકદમ દૂરી રહી છે.
મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે કન્સ્ટ્રક્શન ટૂંક જ સમયમાં શરૂ થશે આ પણ વાંચોઃજામનગર સહિત 4 મહાનગરોને મળશે મેટ્રો ટ્રેનની ભેટ સ્ટેશન માટે પાઇલિંગનું કામ શરૂ કરી દેવાયું
સદભાવ એસપી સિંગલાને 2 મહિના પહેલાં 779.73 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં પહેલા કાદરશાની નાળથી ડ્રીમ સિટીના 11.6 કિલોમીટરના રૂટ માટે કામગીરી શરૂ કરાઈ છે. ફાયરિંગ ટેસ્ટિંગની કામગીરી શરૂ થતાં જ મેટ્રો હવે કન્સ્ટ્રક્શન કામગીરીથી માત્ર એક જ પગલું દૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 8 દિવસ પહેલા જ ડ્રીમ સિટી ખાતે બનનારા મેટ્રો સ્ટેશન માટે પાઈલિંગનું કામ શરૂ કરી દેવાયું હતું, જેની પરીક્ષાની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. સુરત મેટ્રો માટે અત્યાર સુધી સદભાવ એન્જિનિયરિંગ અને કે કુમાર ઈન્ફ્રા પ્રોજેક્ટ સિસ્ટમની લાઈન એક સરથાણાથી ડ્રીમ સિટી ઉપર ગ્રાઉન્ડ વર્ક શરૂ કર્યું છે.