- સેલ્સમેન રૂપિયા 2.76 કરોડની ઠગાઈ કરી બે મહિના અગાઉ ફરાર થઈ ગયો હતો
- ખોટા નામે વેપાર બેસાડી પેમેન્ટ કર્યા વિના કે દાગીના પરત કર્યા વિના ફરાર
- ફરાર મુકેશ મોદીએ કોર્ટમાં સરેન્ડર કરતા ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી
સુરત: સુમુલ ડેરી રોડ મહેક આઇકોનમાં દુકાન નંબર 334માં શ્રી લક્ષ્મી નારાયણ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા મુળ ભાવનગરના ગારિયાધારના મોટા ચારોડિયાના વતની અને સુરતમાં કતારગામ ગજેરા સ્કૂલ પાસે લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા 49 વર્ષિય હરેશ કરશનભાઈ ઝાલાવડીયાને ત્યાં નોકરી કરતો સેલ્સમેન મુકેશ મોદી પોતે વેચાણ માટે લઇ ગયો હતો. આ દાગીના ઉપરાંત ખોટા ગ્રાહકો ઉભા કરી દુકાન ભાડે રાખી હતી. ખોટા નામે વેપાર બેસાડી પેમેન્ટ કર્યા વિના કે દાગીના પરત કર્યા વિના રૂપિયા 2.67 કરોડની ઠગાઈ કરી બે મહિના અગાઉ ફરાર થઈ ગયો હતો.