- કોરોનાકાળમાં હીરા ઉદ્યોગમાં (Diamond industry) તેજીનો માહોલ
- આંતરરાષ્ટ્રીય બજારમાં ડાયમંડની ડિમાન્ડ વધી
- હીરા ફેકટરીઓ શનિવાર અને રવિવારના રોજ પણ ધમધમે છે
- રત્ન કલાકારોના જોબ વર્કમાં 5 થી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો
સુરત : કોરોનાકાળમાં હીરા ઉદ્યોગમાં (Diamond industry) તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથોસાથ રત્ન કલાકારો પાસેથી ઓવરટાઈમ પણ કરાવવામાં આવી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની અસર દેશભરમાં જોવા મળી રહી છે, ખાસ કરીને ઉદ્યોગોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે બીજી બાજુ સુરત હીરા ઉદ્યોગમાં વિપરીત અસર જોવા મળી રહી છે. ડાયમંડ એક્સપોર્ટમાં પણ બમણો વધારો જોવા મળ્યો છે.
Diamond industryના કારણે આશરે 6 લાખથી વધુ લોકોને રોજગાર મળે છે
હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ડાયમંડની ડિમાન્ડ કારણે ડાયમંડ ઉદ્યોગમાં (Diamond industry)તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.ભારેે ડિમાન્ડના કારણે સુરતની તમામ હીરા ફેક્ટરીઓ (Diamond industry) શનિવાર અને રવિવારના રોજ પણ ધમધમી રહી છે. વિશ્વના 100માંથી નેવું હીરા કટિંગ અને પોલિશિંગ સુરતમાં થતું હોય છે. ખાસ કરીને હવે ડાયમંડની સાથોસાથ જવેલરીની માગમાં પણ વધારો થયો છે. આ ઉદ્યોગના કારણે આશરે 6 લાખથી વધુ લોકોને રોજગાર મળે છે. ઘણા સમયથી ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયેલા હતાં. પરંતુ કોરોનાકાળમાં અચાનક જ ડાયમંડ અને જ્વેલરીમાં ભારે ડિમાન્ડના કારણે બેરોજગાર થયેલા રત્નકલાકારોને રોજગાર પણ મળ્યો છે અને ઘણાનું જોબ વર્ક પણ વધ્યું છે.
આ પણ વાંચોઃ વિસનગરમાં ડાયમંડ ઉદ્યોગ અજમાવી મહિલાઓ બની આત્મનિર્ભર