- સુરતના સ્વનિર્ભર શાળાઓનો મહત્વપૂર્ણ નિર્ણય
- કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોના શિક્ષણની જવાબદારી લેેશે
- બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
સુરત: શુક્રવારે મોડી સાંજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળો દ્વારા એક બેઠક કરવામાં આવી હતી આ બેઠકમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ ડો.દિપક રાજગુરુનાં અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં હાલમાં વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કઈ રીતે હાલની ચાલી રહેલી પરિસ્થિતિઓમાં બહાર લાવી શકાય તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી.તમે એમ નક્કી કરવામાં આવ્યું હતુંકે જે વિદ્યાર્થીઓના માતા-પિતા આ કોરોના કાળમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવા વિદ્યાર્થીઓને હવેથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તેમનો શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે.
શાળાઓ ઉઠાવશે ખર્ચો
સ્વનિર્ભર શાળા સંચાલન મંડળનાં પ્રમુખ ડો. દિપક રાજગુરુ દ્વારા એમ કહેવામાં આવ્યુકે, શુક્રવારે અમારી સુરત ખાતે એક બેઠક કરવામાં આવી હતી તેમાં મંડળનાં સ્થાપક શ્રી રાજેશભાઈનાં અધ્યક્ષતામાં વિવિધ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. પરંતુ એમાં એક મહત્વનો મુદ્દો જ હતો તે વર્તમાન કોરોના ની બીજી લહેરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સંલગ્ન શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે. અને તે બાળકોના માતા-પિતાને કોરોનાનું સંક્રમણ થયું હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા બાળકો નિરાધાર બન્યા હોય તે સ્વાભાવિક વાત છે એવા પરિવારો માટે સંવેદના સીલ દાખવીને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વિદ્યાર્થી દત્તક યોજના રાજુ કરી છે.
સુરત સ્વનિર્ભર શાળાઓ બાળકોને દત્તક લેશે આ પણ વાંચો : સુરત ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ એસોસિએશનનો આક્ષેપ, ખાનગી શાળાઓ કરોડોનું ડોનેશન લે છે
50 થી 75 ટકા આપવામાં આવશે રાહત
કદાચ કોઈ પરિવારમાં માતા અને પિતા બંને કોરોના ના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોનું શિક્ષણ જે તે શાળામાં જ્યાં સુધી શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે સંચાલક મંડળ તેમની વ્યવસ્થાઓ ઊભી કરશે. કદાચ કોઈ પરિવાર સંયુક્ત પરિવાર છે. પરંતુ પરિવારનું ગુજરાન ચલાવનાર એક પિતા જ હતા અથવા તો માતા હોય તેમનું મૃત્યુ થયું હોય અને બાળક નિરાધાર બન્યું હોય તેમની આર્થિક પરિસ્થિતિ વિકટ બની હોય તો તેવા પરિવારોનું પણ સર્વે કરીને તમને પણ 50 થી 75 % જેટલું રાહત કરી આપવાની વાત અમે નક્કી કરી છે.
વિવિધ બાબતોની ચર્ચા
કદાચ કોઈ પરિવારમાં માતા અને પિતા બન્નેમાંથી કોઇ એક ન હોય એવા બાળકોનું શિક્ષણ અટકતું હોય તો તેવા બાળકોનું સર્વે કરીને તેમને કેવી રીતે શિક્ષણ પૂરું પાડી શકાય તેમની ફિસમાં કેવી રીતે માફી આપી શકાય તેની પણ ચર્ચાઓ થઈ હતી.ટૂંકમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સંવેદના સેતુ કાર્યક્રમ દ્વારા કોરોના મહામારીની અંદર મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના માતા-પિતા વિશે સંવેદના રાખી રહ્યું છે.
સુરત સ્વનિર્ભર શાળાઓ બાળકોને દત્તક લેશે આ પણ વાંચો : મોરબી જીલ્લાની ખાનગી શાળાઓને માન્યતા આપવા ચેકિંગ, 62 શાળાઓ ગેરલાયક
શિક્ષણ આપવુ એ અમારી ફરજ
જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને કે જેમને શિક્ષણ પૂરું પાડવું એ અમારી ફરજ છે તેના માટે અમે સજાક છીએ. અને સમાજમાં અનેક પ્રકારની સેવાઓ થતી આવે છે તેમ હાલની પરિસ્થિતિમાં એવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે આ એક સંવેદના શીલ કાર્યક્રમ એટલે સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે સંકળાયેલી 400 ઉપરાંત શાળાઓમાં પણ જો કોઈ બાળકના માતા-પિતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોય તો તેને જેતે શાળામાં એક અરજી ફોમ આપવામાં આવશે. તે વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તેમના સગા વાલા અરજી કરી શકશે. અને આ અરજીના આધારે શાળા દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે. અને એ તમામ બાળકોનું શિક્ષણ સમયસર તેમને પ્રાપ્ત થાય અને ફીસનાં કારણે કેટલીક મુશ્કેલીઓના કારણે માતા-પિતા ગુમાવનાર શિક્ષણથી વંચિત ન રહી જાય તેની માટેની અમે તકેદારીઓ રાખીશું. સંવેદના સેતુ નામના કાર્યક્રમથી અમે એવા વિદ્યાર્થીઓની સાથે છીએ જે વિદ્યાર્થીઓએ પોતાની છત્રછાયા ગુમાવી હોય.