ગુજરાત

gujarat

ETV Bharat / city

ઇન્સ્ટાગ્રામની દોસ્તીએ સગીરાને બનાવી ગર્ભવતી, ડિપ્રેશનમાં 12માંની પરિક્ષા પણ ના આપી

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતી (Rape Case In Surat) વિદ્યાર્થીની ગર્ભવતી થતાં પરીક્ષા આપી શકી ન હતી. સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ ફરવા જવાના બહાને શરીર સંબંધ બંધાતા વિદ્યાર્થીની ગર્ભવતી બની હતી. જો કે, પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Surat Pregnancy Case : ધોરણ 12 ની પરીક્ષા સુરતની કિશોરી સોશિયલ મીડિયા કારણે આપી શકી નહીં
Surat Pregnancy Case : ધોરણ 12 ની પરીક્ષા સુરતની કિશોરી સોશિયલ મીડિયા કારણે આપી શકી નહીં

By

Published : Apr 9, 2022, 7:45 PM IST

સુરત : ગોડાદરા વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરીને સોશિયલ મીડિયા (Friendship Through Social Media) થકી પરિચય કેળવ્યા બાદ યુવકે ફરવા લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હતા. જેથી કિશોરીને 3 માસનો ગર્ભ રહી ગયો હતો. આ બનાવ અંગે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ગુનો (Rape Case In Surat) નોંધી તપાસ શરૂ કરી છે. કિશોરીની હાલ પરીક્ષા ચાલી રહી છે અને ગર્ભવતી થતાં તેણે તણાવમાં પરીક્ષાના અન્ય પેપરો પણ આપ્યા નથી.

ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા: આ 16 વર્ષીય કિશોરી ધો-12માં અભ્યાસ કરે છે. તેણે શારીરિક સમસ્યા થતા તેની માતા તેને હોસ્પિટલ લઇ ગયી હતી, જ્યાં તબીબે તેને ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું, જેથી તેણીની માતા ચોંકી ઉઠી હતી. આ અંગે કિશોરીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ઘર પાસે રહેતા શક્તિ અનિરુદ્ધ યાદવ સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઇ હતી અને ફરવા લઈ જઈ શક્તિ યાદવે કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ બનાવ બાદ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો :એક ગર્ભવતીને હોસ્પિટલની બહાર કાઢી મૂકી, પીડામાં બહાર જ ડિલિવરી થઈ ગઈ : અરજદાર

ત્રણ માસનો ગર્ભ: પોલીસે જણાવ્યું હતું કે, ગોડાદરા વિસ્તારમાં રહેતી કિશોરી સોશિયલ મીડિયા થકી યુવકના સંપર્કમાં આવી હતી અને બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી, તેઓ બંને એકબીજાને મળતા હતા, આ દરમિયાન યુવકે કિશોરી સાથે શારીરિક સંબંધ બંધાતા કિશોરી ગર્ભવતી થઇ હતી. તેણીને ત્રણ માસનો ગર્ભ છે. જેથી પોલીસે દુષ્કર્મનો ગુનો (HSC student rape case) નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :Misdemeanor case in Ahmedabad: પ્રેમિકા ગર્ભવતી થતા પ્રેમી થયો ફરાર, લગ્નની લાલચ આપી કર્યો હતો કરાર

ડિપ્રેશનમાં પરીક્ષા પણ ન આપી:ઉલ્લેખનીય છે કે, પ્રેમજાળમાં ફસાઈને ઘણી વખત કિશોરીઓ ના કરવાનું કરી બેસે છે અને બાદમાં પસ્તાવાનો વારો આવે છે. આ ઘટનામાં પણ કિશોરી ડિપ્રેશનમાં આવી પરીક્ષા પણ આપી શકી ન હતી, ત્યારે આ ઘટના અન્ય કિશોરીઓ માટે લાલબત્તી સમાન છે.

ABOUT THE AUTHOR

...view details