ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના કુખ્યાત ખંડણીખોરોએ ચપ્પુની અણીએ વેપારી પાસેથી 55.75 લાખ પડાવ્યા - Surat

સુરત: મુંબઈની અંધારી આલમના માફિયાઓની જેમ સુરતમાં પણ હવે માથાભારે ટોળકીએ ખંડણી ઉઘરાવવાની શરૂઆત કરી છે. ગોડાદરાના કાપડ વેપારીનું 7 મહિનામાં 3 વખત અપહરણ કરી ચપ્પુની અણીએ આસીફ ટામેટા ગેંગે 55.75 લાખની રકમ પડાવી લીધી છે. વેપારીએ આખરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગેંગના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 18, 2019, 9:09 AM IST

ગોડાદરાના કાપડ વેપારીએ સુરતની ટામેટા ગેંગ સામે ખંડણી અને અહરણ સહિતની ફરિયાદ નોંધાવી છે. માથાભારે ટોળકીએ વેપારી પાસેથી વારંવાર પૈસા માગતા વેપારીએ કંટા‌ળીને તેના મિત્રને આ ઘટનાની જાણ કરી હતી.

ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કમિશ્નર સતીષ શર્માએ વેપારીની વાતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ક્રાઇમબ્રાંચમાં ગુનો દાખલ કરાવીને ખંડણીખોરોને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી. જેમાં ક્રાઇમબ્રાંચના સ્ટાફે ઉમરવાડાથી એક ખંડણીખોર મુજફ્ફરઅલી ઉર્ફે આસીફ ટામેટા જાફરઅલી સૈયદને દબોચી લઈને ધરપકડની કાર્યવાહી કરી છે.

સુરતના ખુખ્યાત ઉસુફ ટામેટાની ચપ્પુની અણીએ ખંડણીના ગુનામાં ધરપકડ

ગોડાદરા ખાતે રહેતા કાપડના વેપારી જયશંકર દુબે પાસે માથાભારે છોટુ સિદ્દીકી, આશીફ ટામેટા, અજ્જુ ટામેટા, સંદીપ, યુસુફની ટોળકીએ અપહરણ કરીને શરૂઆતમાં 10 લાખની રકમ પડાવી હતી. ત્યારે વેપારી પોલીસ ફરિયાદ ન કરતા ટોળકીએ તેનું 3 વાર અપહરણ કરીને ચપ્પુની અણીએ 55.75 લાખની રકમ પડાવી હતી.

કસ્ટમ અધિકારી અને પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી વેપારીને બોગસ કંપનીઓ બનાવીને વેચાણ કરો છો એવી ધમકી આપી હતી. અને આસીફ ટામેટા ગેંગે 11 ડિસેમ્બર-18 નવસારી ખાતેથી અપહરણ કરી લાજપોર ખાતે લઈ ચપ્પુની અણીએ ધમકાવીને 10 લાખની રકમ પડાવી હતી. બાદમાં પછી ફેબ્રુઆરીમાં 20 લાખ, 22મી જુને 20 લાખ તેમજ વેપારીના મિત્ર રાજેશ અગ્રવાલ પાસેથી 1 લાખની રકમ સહિત મળીને 55.74 લાખની ખંડણી ઉઘરાણી કરી હતી.

આખરે વેપારી કંટાળીને પોલીસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધાવતા ખડણી ગેંગના કેટલાક સાગરીતોને પોલીસે પકડી પાડ્યા હતા. આ આરોપી આસીફ ટામેટા ગેંગ પહેલા ડુપ્લીકેટ કિન્નરો બનીને ફરતા હતા. જેને લઈને અસલી કિન્નરોઓ સાથે દાપુ લેવાની બાબતે માથાકૂટ થતા એક કિન્નરની હત્યા પણ થઈ હતી.

જ્યારે વેપારીનું અપહરણ થયું તે વેપારી પણ બે નંબરનો વેપાર કરતો હતો. જેથી પોલીસ પાસે કોઈ ફરિયાદ નોંધાવતો ન હતો. જ્યારે પોલીસ તપાસ કરે તો પોતાની ચોરી બહાર ન આવે તેને લઈ વેપારીએ ખંડણી ખોરોને 55 લાખ સુધીની રકમ આપી દીધી હતી.

બીજી તરફ આ કેસમાં અન્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. પરંતુ જો કસ્ટમ વિભાગ આ વેપારીની પણ સઘન તપાસ કરે તો અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઇ રહી છે. જે કસ્ટમ વિભાગ માટે પણ તપાસનો વિષય બની રહે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details