- દુશ્મન દેશ પાકિસ્તાનના ફૂડ ફેસ્ટિવલની જાહેરાત જો હવે કોઈ પણ હોટલ અને રેસ્ટોરન્ટ કરશે તો બજરંગ દલ પોતાની સ્ટાઈલમાં જવાબ આપશે
- ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરાં ટેરેસ ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત વાળા બેનર લાગી જતા વિવાદ
- બજરંગ દળના કાર્યકર્તાઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમને પોસ્ટર નીચે ઉતારીને સળગાવી દીધું હતું.
- પોસ્ટર લગાડવાના મુદ્દે બજરંગ દળ અને હોટેલના સંચાલકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી
સુરતઃ શહેરના ઉધના ચાર રસ્તા પાસે આવેલી ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરાં ટેરેસ ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાતવાળા બેનર લાગતા (Controversial poster over Taste of India restaurant) વિવાદ સર્જાયો હતો. આની જાણ થતા બજરંગ દળના કાર્યકર્તાઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે પોસ્ટર નીચે ઉતારીને તેને આગ ચાંપી દીધી હતી. સાથે જ બજરંગ દળે ચેતવણી આપી છે કે, દુશ્મન દેશ પાકિસ્તાનના ફૂડ ફેસ્ટિવલની (Surat Pakistani Food Festival Controversy) જાહેરાત જો હવે કોઈ પણ હોટલ અને રેસ્ટોરાં કરશે તો બજરંગ દશ પોતાની સ્ટાઈલમાં (Bajrang Dal warns restaurants and hotels) જવાબ આપશે.
રિંગ રોડ પર આવેલી ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું (Surat Pakistani Food Festival Controversy) આયોજન કર્યું હોય તેની જાહેરાતનું બેનર રેસ્ટોરાંની ટેરેસ પર (Controversial poster over Taste of India restaurant) લગાવ્યું હતું, જેનાથી વિવાદ થયો હતો. શહેરમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બેનરો લાગતા રોષે ભરાયેલા લોકોએ સોશિયલ મીડિયા પર (Opposition to Pakistan Food Festival on social media) ભારે ફિટકાર વરસાવી હતી. શહેરભરમાં પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું હતું. રાજકીય પક્ષો દ્વારા આ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યો હોવાથી રાજકારણ ગરમાયું છે. તો આ ઘટનાની જાણ થતા બજરંગ દળના કાર્યકર્તાઓ હોટલ પર (Bajrang Dal warns restaurants and hotels) દોડી ગયા હતા અને તેમને વિવાદિત પોસ્ટર ઉતારીને તેને સળગાવી દીધું હતું. પોસ્ટર લગાડવાના મુદ્દે બજરંગ દળ અને હોટેલના સંચાલકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. એટલું જ નહીં જો ફરી આવી ભૂલ કરવામાં આવશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં એવી ચીમકી બજરંગ દળ (Bajrang Dal warns restaurants and hotels) દ્વારા કરવામાં આવી છે.