ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની સ્થિતિને લઈને મનપા તંત્ર સજાગ, સુરતમાં દરરોજ થશે 20,000 કોરોના ટેસ્ટ

શહેરમાં કોરોનાની પરિસ્થિતિને લઈને મનપા તંત્ર સજાગ થયું છે. મનપા કમિશનર બંછાનિધી પાનીએ સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લીધી હતી અને માર્કેટમાં આવનારા વેપારીઓ, શ્રમિકો અને લોકોને તકેદારી રાખવા તેમજ ટેસ્ટીંગ કરાવવા અપીલ પણ કરી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોરોના ફેઝ 2 ખતરનાક હોવાથી લોકોએ એલર્ટ રહેવું જરૂરી છે.

કોરોનાની સ્થિતિને લઈને મનપા તંત્ર સજાગ,  સુરતમાં દરરોજ થશે 20,000 કોરોના ટેસ્ટ
કોરોનાની સ્થિતિને લઈને મનપા તંત્ર સજાગ, સુરતમાં દરરોજ થશે 20,000 કોરોના ટેસ્ટ

By

Published : Nov 23, 2020, 2:09 PM IST

  • મનપા કમિશનર બંછાનિધી પાનીએ ટેક્સટાઇલ માર્કેટની લીધી મુલાકાત
  • કોરોના ફેઝ 2માં લોકોએ એલર્ટ રહેવું જરૂરી

સુરત: શહેરમાં કોરોનાની સ્થિતિ ફરી એક વખત વણસી છે, ત્યારે બીજી તરફ મનપા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. મનપાના અધિકારીઓ હવે રોડ પર ઉતરી વિવિધ બેનરો અને જાહેરાત વડે લોકોને જાગૃત કરી રહ્યા છે અને તકેદારી રાખવા અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન હાલમાં સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ રિંગરોડ ખાતે આવેલી કાપડ માર્કેટની મુલાકાત લીધી હતી.

કોરોનાની સ્થિતિને લઈને મનપા તંત્ર સજાગ, સુરતમાં દરરોજ થશે 20,000 કોરોના ટેસ્ટ

ધન્વંતરી રથ દ્વારા દરરોજ 20, 000 ટેસ્ટિંગ હાથ ધરાશે

મનપા કમિશનરે લોકોને બેદરકારી ન રાખવા અપીલ કરી હતી તેમજ જણાવ્યું હતું કે, હાલમાં સુરતના તમામ ઝોનમાં ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો જેમ બને તેમ વધુ ટેસ્ટીંગ કરાવે તેમજ જે લોકો બહારથી આવે તેઓ પણ ખાસ ટેસ્ટીંગ કરાવે. આવનારા દિવસોમાં દરરોજ 20,000 ટેસ્ટિંગ હાથ ધરાશે. કોરોના ફેઝ 2 ખતરનાક હોવાથી લોકોએ એલર્ટ રહેવું જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details