ગુજરાત

gujarat

ETV Bharat / city

સાંભળીને મોં મચકાવશો તો ભોંઠા પડશો, સૂરતમાં છે કચરાના ઢગ ઉપર બગીચો!

કચરો રિસાયકલ કરી અનેક વસ્તુઓ અને ઉર્જા ઉતપન્ન કરવા અંગે અનેકવાર સાંભળ્યું હશે. પરંતુ કચરા પર બગીચો બનાવવાની અજાયબી સૂરત મહાનગર પાલિકાએ કરી બતાવી છે. સૂરતમાં મોટા પ્રમાણમાં એકત્ર થતાં કચરાને સાઈટ પર એકત્ર કરવામાં આવે છે. જેના પર દેશમાં પ્રથમવાર વૈજ્ઞાનિક ઢબે બગીચો તૈયાર કરવામાં આવ્યો છે.

સાંભળીને મોં મચકાવશો તો ભોંઠા પડશો, સૂરતમાં છે કચરાના ઢગ ઉપર બગીચો!
સાંભળીને મોં મચકાવશો તો ભોંઠા પડશો, સૂરતમાં છે કચરાના ઢગ ઉપર બગીચો!

By

Published : May 22, 2020, 5:04 PM IST

સૂરતઃ સૂરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ આ બગીચો જોઈએ અન્ય બગીચાની જેમ સામાન્ય બગીચો જ લાગશે. પરંતુ આ બગીચાની ખૂબી સાંભળી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો કારણ કે શહેરમાંથી ખજોદ ખાતે ઠલવાયેલાં લાખો ટન કચરા ઉપર આ બગીચો તૈયાર થયો છે. આ અજાયબી સૂરત મહાનગરપાલિકાએ દેશમાં આ પ્રકારનો પ્રથમ ગાર્બેજ ગાર્ડન તૈયાર કર્યો છે. કચરાના નિકાલની જગ્યાએ નવસાધ્ય કરી બગીચો બનાવવામાં આવ્યો છે.

સાંભળીને મોં મચકાવશો તો ભોંઠા પડશો, સૂરતમાં છે કચરાના ઢગ ઉપર બગીચો!

આ કઇ રીતે થયું તે જાણીએ. રૂપિયા 100 કરોડના ખર્ચે સમગ્ર કામગીરી પાર પડવામાં આવી છે.. 6 લાખ 12 હજાર ચોરસ મીટર જગ્યામાં ધનકચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો અને બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. સૂરત ખજોદમાં 14 વર્ષ સુધી 30 હેકટર જગ્યામાં કચરો દાટવામાં આવ્યો હતો તે જગ્યા પાલિકાએ નવસાધ્ય કરી બગીચો બનાવી દીધો છે. દેશમાં પ્રથમવાર વૈજ્ઞાનિક ઢબે કચરા પર બગીચો તૈયાર કરી કચરા નિકાલની જગ્યા નવસાધ્ય કરી બગીચો બનાવવામાં સૂરત મહાનગરપાલિકા દેશમાં પ્રથમ છે.

બગીચો બનાવ્યાં બાદ તેના જતન માટે વૈજ્ઞાનિક ઢબ અપનાવવામાં આવી છે. પાણીના 60 ફુવારા મૂકવામાં આવ્યાં છે. એસએમસી 2001થી ખજોદમાં ઘનકચરાનો નિકાલ કરે છે. 60 હેક્ટર જગ્યામાં પથરાયેલા કચરાને 30 હેકટર જગ્યામાં લાવી તેના પર પીળી માટી નાખી બગીચો બનાવવામાં આવ્યો છે. આ જગ્યા દીવાલથી કવર કરવામાં આવી છે, જમીનની અંદર રહેલા કચરામાંથી ગેસ પેદા થાય તેવા સંજોગોમાં ગેસના નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પીળી માટી પર બગીચો બનાવ્યા બાદ તેના જતન માટે જે પાણીના ફૂવારા મૂકવામાં આવ્યા છે તેમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી વપરાઇ રહ્યું છે. કચરાની જગ્યાને નવસાધ્ય કરવાની આ કામગીરી થકી પાલિકાને 30 હેક્ટર નવી જગ્યા મળી છે, ઘનકચરાનું વૈજ્ઞાનિક ઢબે ક્લોઝર કરવાની આ કામગીરી દેશમાં પ્રથમ વખત હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે આવો નવો પ્રયોગ છે ત્યારે નવી પેઢી તેમાંથી કંઇ શીખે તે માટે આ બગીચાને કોલેજો અને શાળાના વિદ્યાર્થીઓને પણ બતાવવાની તૈયારી સૂરત મહાનગરપાલિકા કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details