ગુજરાત

gujarat

ETV Bharat / city

મૃતકોની નજીક સુતેલા યુવાનનો આબાદ બચાવ થયો

સુરતના કિમ ચાર રસ્તા પાસે સોમવારની રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં 15 લોકોના જીવ ગયાં છે ત્યાં અમુકનો અજાયબ લાગે તેવો બચાવ પણ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. તમામ લોકો દિવસે મજૂરી કરી આવીને મીઠી નિંદર માણી રહ્યાં હતાં અને કાળમુખી ટ્રકે 15 લોકોનો ભોગ લીધો હતો. એ પૈકી એક યુવક પણ નજીકમાં સૂતો હતો,જેનો નસીબજોગે બચાવ થવા પામ્યો છે.

મૃતકોની નજીક સુતેલા યુવાનનો આબાદ બચાવ થયો
મૃતકોની નજીક સુતેલા યુવાનનો આબાદ બચાવ થયો

By

Published : Jan 19, 2021, 7:18 PM IST

  • કિમ પાસેના ડમ્પર અકસ્માતમાં યુવાનનો થયો આબાદ બચાવ
  • માથાના પાછળના ભાગેથી ટ્રક ટાયર પસાર થઈ ગયું
  • રાજસ્થાનથી રોજીરોટી કમાવા માટે આવ્યો હતો સુરત

સુરતઃ રાજસ્થાનના બસોડા જિલ્લાનો અને ગુજરાતમાં સુરતના કિમ ચારસ્તા ખાતે રોજી રોટી માટે આવેલા આ શ્રમજીવી રમણલાલનો અકસ્માતમાં આબાદ બચાવ થવા પામ્યો છે. આ યુવાન રાત્રે મૃતકોની નજીકમાં સૂતો હતો અને અકસ્માત થયો અને ટ્રક મૃતકો ઉપરથી પસાર થઈ ત્યારે આ યુવન પણ મીઠી નીંદર માણી રહ્યો હતો. જોકે ટ્રકનું ટાયર એના માથાના પાછળના ભાગે થઈ પસાર થઈ ગયું હતું. તેથીઆ યુવાનનો આબાદ બચાવ થવા પામ્યો છે.

રાજસ્થાનના બસોડા જિલ્લાનો યુવાનના માથી પરથી ટ્રક ફરી વળી

રાજસ્થાનના બસોડા જિલ્લાનો યુવાન રમણલાલ પોતાની રોજી રોટી માટે રાજસ્થાનથી ગુજરાતના સુરત જિલ્લાના કિમ ચારસ્તા ખાતે આવ્યો હતો. આ જ્યારે યુવાન સૂતો હતો અને ટ્રક શ્રમિકો પરથી ફરી ગઈ ત્યારે ચીચીયારીઓનો અવાજ સાંભળીને આ યુવાન ઉઠી ગયો હતો ત્યારે એને માલુમ પડ્યું હતું કે ટ્રક એના માથાના પાછળના ભાગે થઈ પસાર થઈ છે. આ યુવાનનો સદનસીબે બચાવ થવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details