સુરત : શહેરના વનિતા વિશ્રામ મહિલા વિશ્વ વિદ્યાલય ખાતે તા.11 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા 'હુન્નર હાટ' સુરતીઓના અદ્દભૂત પ્રતિસાદ સાથે પુર્ણ (Surat Hunnar Haat Closing) થયો. ભવ્ય ઉદ્દઘાટનથી શરૂ કરી આજે સુરતીઓના પ્રેમ સાથે સમાપન પામેલા 'હુન્નર હાટ'ની લાખો સુરતવાસીઓએ મુલાકાત લઈ કરોડો રૂપિયા ચીજવસ્તુઓની (Employment of artists) ખરીદી કરી હતી. જ્યારે મોટી સંખ્યામાં લોકોએ ઓનલાઈન ઓર્ડર આપીને પણ ચીજવસ્તુઓ ઘર બેઠા મંગાવી હતી.
સુરતીઓએ 'હુન્નર હાટ'ને ભરપૂર સમર્થન આપ્યું
સુરતમાં પ્રથમ વખત આયોજિત આ 'હુન્નર હાટ'ના સ્ટોલધારકો, કલાકારીગરો,(Employment of artists) શિલ્પકારોને અઢળક ખરીદી કરીને તેમજ વિવિધ વ્યંજનોનો આસ્વાદ માણીને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત સર્કસના કાર્યક્રમો, સાંજના સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પૂરા ઉત્સાહ અને જોશથી ભાગ લઈને 'હુન્નર હાટ'ને ભરપૂર સમર્થન આપ્યું હતું. 10 દિવસ દરમિયાન આશરે 17 લાખ લોકો વનિતા વિશ્રામ પહોંચ્યા અને કરોડો રૂપિયાની ખરીદી તેમજ ઓનલાઈન ઓર્ડર બુક કરાવ્યા હતાં. સુરતમાં આયોજિત હુન્નર હાટ 34મું એક્સીબિશન (Surat Hunnar Haat Closing) હતું. જેમાં અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક ખરીદી થઈ હોય એવું અનુમાન છે.
30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કલાકારીગરીને સુરતીઓએ વધાવી આ પણ વાંચોઃ Surat Hunnar Haat : UPની મુસ્લિમ પરિવારની યુવતીએ વારસાગત વ્યવસાયને આગળ વધાર્યો
કાર્યક્રમમાં દેશના નામાંકિત કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી
ધીમે ધીમે અદૃશ્ય થઈ રહેલા સર્કસના ચલણને પુનર્જીવિત કરવા અને સર્કસના ખેલોને પુનઃસ્થાપિત કરવા માટે રેમ્બો સર્કસના કલાકારોએ (Employment of artists) અદ્દભુત પરાક્રમો કરીને સુરતવાસીઓનું મનોરંજન કર્યું હતું. સાંજે સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના નામાંકિત કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. સુરેશ વાડેકર, પંકજ ઉધાસ, અમિત કુમાર, સુદેશ ભોંસલે, અલ્તાફ રાજા, ભૂમિ ત્રિવેદી અને અન્નુ કપૂર જેવી બોલીવુડની ખ્યાતનામ હસ્તીઓએ પોતાની કલાકસબ પ્રસ્તુત કર્યા હતાં. ઐતિહાસિક સિરીયલ મહાભારતના પ્રસિદ્ધ અભિનેતા પુનિત ઈસ્સાર, ગૂફી પેન્ટલ, સુરેન્દ્ર પાલ અને અન્ય કલાકારો દ્વારા મહાભારતનું જીવંત મંચન કરવામાં આવ્યું હતું. ક્રાફ્ટ, ક્યુઝીન અને કલ્ચરના સંગમસમા હુનરબાજો અને કૌશલ્યકુબેરોમાં સમગ્ર ભારતની ઝલક જોવા મળી હતી. હુન્નર હાટ દ્વારા હસ્તકલા, ભોજન અને સંસ્કૃતિને પ્રોત્સાહન (Surat Hunnar Haat Closing) મળ્યું છે. તેમજ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ Surat Hunar Hat 2021 : ઝારખંડમાં ખેતમજૂરી કરનારે પરંપરાગત કળાના કારણે સુરતમાં બે દિવસમાં 50,000ની કમાણી કરી
34મું હુન્નર હાટ આત્મનિર્ભર ભારતનું પ્રતીક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને (Atamnirbhar Bharat) 'વોકલ ફોર લોકલ'ને વેગવાન (Vocal for local) બનાવવા માટે કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીની દેખરેખ હેઠળ દેશભરમાં હુન્નર હાટનું આયોજન થઈ રહ્યું છે. લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ (Mukhtar Abbas Naqvi) સુરતીઓનો આભાર વ્યક્ત (Surat Hunnar Haat Closing) કરતા જણાવ્યું હતું કે, દેશના અનેક રાજ્યોમાંથી આવેલા કારીગરોનો (Employment of artists) ઉત્સાહ બુલંદ કરવા માટે સુરતીઓનો આભાર છે. સુરતમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી ઐતિહાસિક છે.