ગુજરાત

gujarat

ETV Bharat / city

Swimming competition 2022: બેંગ્લોરમાં સુરતની દિકરીએ ગુજરાતનું વધાર્યું ગૌરવ - સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ

બેંગ્લોરમાં જૈન યુનિવર્સિટીમાં(Bangalore Jain University) ખેલો ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીનું આયોજન(Bangalore swimming competition 2022) કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સુરતની દીકરીએ ગોલ્ડ મેડલ મેળવી ગુજારાતનું ગૌરવ વધાર્યું છે. આ દીકરીએ યુરોપમાં અને સાઉથ એશિયામાં પણ સુરતનું નામ ગુંજતું કર્યું છે.

Swimming competition 2022: બેંગ્લોરમાં સુરતની દિકરીએ ગુજરાતનું વધાર્યું ગૌરવ
Swimming competition 2022: બેંગ્લોરમાં સુરતની દિકરીએ ગુજરાતનું વધાર્યું ગૌરવ

By

Published : Apr 27, 2022, 5:26 PM IST

સુરત: બેંગ્લોરમાં જૈન યુનિવર્સિટીમાં ખેલો ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી 2022નું(Bangalore swimming competition 2022) આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીમાં આજે(બુધવારે) સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની કલ્યાણી સક્સેનાને 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી દેશમાં સુરતનું ગૌરવ વધાર્યું છે.

બેંગ્લોરમાં જૈન યુનિવર્સિટીમાં ખેલો ઓલ ઈન્ડિયા ઈનટર યુનિવર્સિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સુરતની એક દીકરીએ સુવર્ણ પદક ગોલ્ડ મેડલ મેળવી ગુજારાનું ગૌરવ વધાર્યું છે.

ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી બનાવ્યો ન્યુ રેકોર્ડ - બેંગ્લોરમાં જૈન યુનિવર્સિટીમાં ખેલો ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી 2022નું આયોજન 25થી 28 એપ્રિલ 2022 સુધી કરવામાં આવ્યું છે. આ આયોજનમાં 140 યુનિવર્સિટી અને 910 કોલેજ ભાગ લીઘો છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની એક કોલેજમાં અભ્યાસ કરતી તરણવીરોમાં બહેનોના ગ્રુપમાં કલ્યાણી સક્સેનાએ બાજી મારી છે. તેમણે સ્વિમિંગ કોમ્પિટિશનમાં(Gold medal in Swimming competition) 200 મીટર બેસસટોક 2:49:24 ટાઈમ આપી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 400 મીટર આઈ એમમાં ગોલ્ડ મેડલ 5:24:40 ટાઈમ આપી ન્યુ રેકોર્ડ સર્જ્યો હતો.

આ પણ વાંચો:સુરતઃ 11 વર્ષની નાની ઉંમરમાં સિદ્ધિએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

કલ્યાણી સક્સેના સ્પોર્ટ્સ ઓથોરીટી શક્તિદૂત સ્કીમમાં છે -આ બાબતે કલ્યાણી સક્સેનાના પિતા અજય સક્સેનાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે મને મારી દીકરી ઉપર ખુબ જ ગર્વ છે. કલ્યાણી ચાર વર્ષની હતી ત્યારથી તે સ્વિમિંગ કરતી આવી છે. છેલ્લા 18 વર્ષથી સ્વિમિંગ કરી રહી છે. તે હાલ ગુજરાતની સ્પોર્ટ્સ ઑથોરિટી શક્તિદૂત સ્કીમમાં(Sports Authority Shaktidoot Scheme) છે. તેણે અત્યાર સુધીમાં નેશનલ લેવલે 24 ગોલ્ડ, 14 સિલ્વર અને 20 બ્રોન્ઝ એમ કુલ 58 મેડલ મેળવ્યા છે.

આ પણ વાંચો:Kutch Multilingual Singer: કચ્છની 13 વર્ષીય કેશ્વી ગાઈ શકે છે 5 ભાષાઓમાં ગીત, 80 ગીતો છે કંઠસ્થ

ગુજરાતનો સરદાર પટેલનો સિનિયર એવોર્ડ -વધુમાં જણાવ્યું કે દીકરીએ સ્ટેટ લેવલ ઉપર 240થી વધુ મેડલ મેળવ્યા છે. છેલ્લા છ વર્ષથી સ્ટેટ ચેમ્પિયન (surat girl state champion) રહી ચુકી છે. તેને ગુજરાતનો સરદાર પટેલનો સિનિયર એવોર્ડ પ્રાપ્ત થયો છે. છેલ્લા 2017માં યુરોપના એમરીમાં વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયનશિપમાં(Europe World School Championship in Emery) વર્લ્ડમાં 10માં નંબર ઉપર આવી હતી તેમજ સાઉથ એશિયામાં નંબર-4નો રેંક ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details