- નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના 07 વર્ષ પૂર્ણ
- જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી ઉજવણી
- હોસ્પિટલોમાં દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યાં
સુરતઃ ગુજરાત પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળ્યાના આજે 30 મે ના રોજ સાત વર્ષ પૂર્ણ થયા છે. જેથી સુરત જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા તેની ઉજવણી કરાઈ હતી. કાર્યકરોએ જિલ્લાની અલગ- અલગ હોસ્પિટલોમા જઇ દર્દીઓને ફળોનું વિતરણ કર્યું હતું. તેમજ માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કર્યું હતું.
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના 7 વર્ષ પૂર્ણ થતા સુરત જિલ્લા ભાજપ દ્વારા કરાઈ ઉજવણી કેબિનેટ પ્રધાન, સાંસદ, ધારાસભ્ય સહિતનાઓ જોડાયા
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના 7 વર્ષ પૂર્ણ થતા સુરત જિલ્લા ભાજપ દ્વારા કરાઈ ઉજવણી આ વિતરણ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, ઈશ્વર પરમાર, સાંસદ પ્રભુ વસાવા, ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ, કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના 7 વર્ષ પૂર્ણ થતા સુરત જિલ્લા ભાજપ દ્વારા કરાઈ ઉજવણી