ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat cryptocurrency cheating : 10 નાપાસ યુવકે ક્રિપ્ટો કરન્સીના નામે 2 કરોડ 65 લાખ ખંખેરી નાખ્યાં - સુરત ક્રાઈમ બ્રાન્ચ

સુરત પોલીસે ક્રિપ્ટો કરન્સીના નામે કરોડો રુપિયાની છેતરપિંડી કરનાર મનોજ પટેલની ધરપકડ કરી છે. આરોપીએ ક્રિપ્ટો આર્બીટ્રેજમાં રોકાણના નામે (Surat cryptocurrency cheating) 2 કરોડ 65 લાખ ખંખેરી લીધાં હતાં.

Surat cryptocurrency cheating : 10 નાપાસ યુવકે ક્રિપ્ટો કરન્સીના નામે 2 કરોડ 65 લાખ ખંખેરી નાખ્યાં
Surat cryptocurrency cheating : 10 નાપાસ યુવકે ક્રિપ્ટો કરન્સીના નામે 2 કરોડ 65 લાખ ખંખેરી નાખ્યાં

By

Published : Jan 4, 2022, 5:50 PM IST

સુરત : શહેર પોલીસ ત્યારે ચોંકી ઉઠી જ્યારે ક્રિપ્ટો આર્બીટ્રેજમાં રોકાણના નામે 2 કરોડ 65 લાખ ખંખેરી નાખનાર આરોપીની ચંદીગઢથી ધરપકડ (Surat cryptocurrency cheating) કરી. પોલીસ આશ્ચર્યચકિત એટલે થઈ ગઈ હતી કારણ કે ક્રિપ્ટો કરન્સીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર માસ્ટરમાઈન્ડ મનોજ પટેલ ધોરણ 10મું નાપાસ છે અને ચેઇન સિસ્ટમ બનાવીને આ કૌભાંડ આચર્યું હતું. મનોજ પટેલની (Surat cryptocurrency arrests) સાથે તેના અન્ય બે સાથીઓ પણ છે જેઓએ થાઈલેન્ડની કંપનીના નામે કરોડો રૂપિયા લોકો પાસેથી લઇ છેતરપિંડી કરી છે. માત્ર ગુજરાત જ નહીં આ ટોળકીએ રાજસ્થાનમાં પણ આવી જ રીતે લોકોને ઠગ્યાં છે.

આરોપી વિરુદ્ધ અગાઉ રાજસ્થાનના જોધપુર અને જયપુરમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે

10 ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાવાઈ હતી

સુરતની ઇકો સેલે ક્રિપ્ટો કરન્સીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી પ્રકરણમાં મુખ્ય પ્રમોટરની ધરપકડ (Surat cryptocurrency arrests) બાદ જાણકારી સામે આવી તે ચોંકાવનારી બની રહી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ આ પ્રકરણમાં મુખ્ય પ્રમોટર કહેવાતા અને જયપુરમાં ઝડપાયા બાદ ભાગીને ચંડીગઢની હોટેલમાં છુપાઇ રહેલાં મનોજ પટેલને ઝડપી (Surat cryptocurrency cheating) લીધો હતો. પુરોહિત એન્ડ કંપનીના નામે ટેક્સ કન્સલટન્સીની પેઢી ધરાવતાં રામદયાલ વલ્લભદાસ પુરોહિતે જયપુરના મનોજ રામદીન પટેલ, યુસુફ ઉર્ફે શેરઅલી અને અવિકા વિજય મિશ્રા વિરૂદ્ધ ગત 10 ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાવી હતી.

આઇમેક્સ કેપિટલ અને આઇમેક્સ ગ્લોબલ નામની બનાવટી કંપની બનાવી

રાજસ્થાનના જયપુરની ઠગ ત્રિપુટીએ થાઈલેન્ડની આઇમેક્સ કેપિટલ કંપની નામની બોગસ કંપની બનાવી હતી. લોકોને લોભાવણી લાલચો આપીને કરોડો રૂપિયા ઉસેટી લીધા હતાં. આ લોકોએ રોજે 1 ટકા કમિશનથી સુરત ક્રિપ્ટો કરન્સી અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ ઉપર રોજના 1 ટકા કમિશનની લાલચ આપી આઇમેક્સ કેપિટલ અને આઇમેક્સ ગ્લોબલ નામની બનાવટી કંપની ઉભી કરી કરોડોની છેતરપિંડી આચરી હતી. જે સંદર્ભે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં 2 કરોડ 65 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ (Surat cryptocurrency cheating) હતી.

આ પણ વાંચોઃ DGGI Target Cripto Exchange : ટેક્સ ચોરીની શંકા સાથે વઝીરએક્સ સહિત લક્ષ્ય પર છે દેશભરના ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ

રોજે એક ટકા વળતર આપતા હતાં

સુરતના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે (Surat cryptocurrency arrests) આરોપી વિરુદ્ધ અગાઉ રાજસ્થાનના જોધપુર અને જયપુરમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આરોપી મનોજની જોધપુરમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. તેઓ પોતાની કંપની આઇમેક્સ કેપિટલનું થાઇલેન્ડમાં રજિસ્ટ્રેશન થયું હોવાનું અને તેમની કંપની ફોરેક્સ ટ્રેડિંગ તથા ક્રિપ્ટો કરન્સીમાં આર્બીટ્રેજ ઉપર રોજનું એક ટકાનું વળતર આપતા હતાં. આરોપી હાઈફાઈ સ્ટાઈલમાં મોજશોખથી જીવતો હતો. તે માર્કેટિંગ કંપનીમાં નોકરી કરતો હતો. આ સમગ્ર મામલે વધુ (Surat cryptocurrency cheating) તપાસ હાથ ધરાઇ છે. લોકો વધુ રકમ મેળવવા માટે તેમની વાતોમાં આવી જતા હતાં.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ મની લોન્ડરિંગ, આતંકવાદી ભંડોળમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી

ABOUT THE AUTHOR

...view details