સુરત બારડોલી તાલુકાના હરિપુરા ગામે (Haripura village Bardoli taluka Surat) ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા (Ukai Dam Water revenue increased) 97,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી તાપી નદીની જળ સપાટીમાં (Tapi river Water level) વધારો નોંધાયો છે. જેને પગલે બારડોલી તાલુકાના કડોદ નજીક આવેલા હરીપુરા કોઝવે (Bardoli Haripura Causeway near Kadod) પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
ચોમાસામાં કોઝવે વારંવાર ડૂબી જાય છેચોમાસાની સિઝનમાં વારંવાર રસ્તો બંધ થતો હોય નદીને સામે પાર આવેલા માંડવી તાલુકા 14થી વધુ ગામોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોસાડી, ગોદાવાડી, ઉન, ખંજરોલી, ઉમરસાડી, ગવાછી, ખરોલી સહિતના ગામના લોકોએ દર વર્ષે આ હાલાકી વેઠવી પડે છે. ચોમાસામાં વારંવાર રસ્તો બંધ થવાથી ખાસ કરીને વિદ્યાર્થીવર્ગ અને નોકરિયાત વર્ગની હાલત કફોડી થઈ જાય છે.