ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat AAP Corporator Suspended : લ્યો, વધુ એક કોર્પોરેટર ખરી પડવાની નોબત આવી, પાર્ટીએ તગેડી મૂક્યાં

પોતાના પ્રતિનિધિઓ જનપ્રતિનિધિ હોવાની વાતો કરવી આમ આદમી પાર્ટીની વિશ્વસનીયતા પર સવાલ ઊભો (Surat AAP Corporator Suspended) કરી રહી છે. વાંચો આ અહેવાલ.

Surat AAP Corporator Suspended : લ્યો, વધુ એક કોર્પોરેટર ખરી પડવાની નોબત આવી, પાર્ટીએ તગેડી મૂક્યાં
Surat AAP Corporator Suspended : લ્યો, વધુ એક કોર્પોરેટર ખરી પડવાની નોબત આવી, પાર્ટીએ તગેડી મૂક્યાં

By

Published : Feb 14, 2022, 2:31 PM IST

સુરત : પ્રમાણિક હોવાની અને પોતાના પ્રતિનિધિઓએ જનપ્રતિનિધિ હોવાની વાત કરનાર આમ આદમી પાર્ટી પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે. અગાઉ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર ભાજપમાં (Surat AAP Corporator Suspended) જોડાયા હતાં અને આપમાં વધુ એક મણકો ખરી પડે તે પહેલાં કોર્પોરેટર કુંદન કોઠિયાને પક્ષમાંથી (Kundan Kothia suspended from Aam Aadmi Party) તગેડી મૂક્યાં છે.

કુંદન કોઠીયાનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે એ વાત સાચી

વધુ 3 સભ્ય જોડાઈ રહ્યાં હોવાની ચર્ચાએ વેગ પક્ડયો

સુરત શહેર આપની ચાર મહિલા અને એક પુરુષ સહિત પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા બાદ જ્યારે વધુ ત્રણ મહિલાઓ જોડાઈ રહ્યાની પણ ચર્ચા ઉઠી છે. ત્યારે જ આપના વધુ એક મહિલા કોર્પોરેટર સંપર્ક વિહોણાં થયા છે. કોર્પોરેટર કુંદન કોઠીયાવાળો ફોન સ્વીચ ઓફ થઇ જતાં તેઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યાની વાતે વેગ પકડ્યો છે અને અનેક તર્કવિતર્કો ચાલુ થઈ ગયા છે. જોકે આ ઘટનાક્રમો વચ્ચે શહેર આપ દ્વારા કુંદન કોઠીયાને પ્રાથમિક સભ્યપદેથી (Kundan Kothia suspended from Aam Aadmi Party) દૂર કરતો પરિપત્ર જાહેર કર્યો હતો.

સુરત શહેર આમ આદમી પાર્ટીનો સસ્પેન્શન આપતો લેટર

આ પણ વાંચોઃ BJP Offer to AAP Corporator : 3 કોર્પોરેટરોને ભાજપમાં જોડાવા ઓફર અપાયાંનો મોટો આક્ષેપ, કોણે કર્યો જાણો

પ્રાથમિક સભ્ય પદ પરથી કાઢી મુકવામાં આવ્યાં

અગાઉ વિવાદમાં આવી ચુકેલા આપ પાર્ટીની વોર્ડ નંબર 4 ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયા હાલ પાર્ટીથી સંપર્ક વિહોણાં થઈ ગયા છે. જેને લઇને શહેરભરમાં ચર્ચા છે કે બંધન કોઠીયા આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. વોર્ડ નંબર 4 ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયા કોરોનાકાળ દરમિયાન શરૂ કરેલા આઇસોલેશન સેન્ટ્રર સમયે કુંદન કોઠીયાએ વોર્ડ નંબર ચારમાં પોતાના જ વિસ્તારના લોકો સાથે સંપર્ક ઓછો કરી દીધો હોવાનું પણ ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે. સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ જણાવ્યું હતું કે પાર્ટી વિરુદ્ધ કાર્ય કરવાના કારણે પ્રાથમિક સભ્ય પદ પરથી કાઢી (Kundan Kothia suspended from Aam Aadmi Party) મુકવામાં આવ્યા છે. તેઓનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે (Surat AAP Corporator Suspended) એ વાત સાચી છે.

આ પણ વાંચોઃ Gujarati Artist Joins BJP: કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ... અનેક ગુજરાતી કલાકારો સાથે વિવિધ અગ્રણીઓ ભાજપમાં જોડાયા

ABOUT THE AUTHOR

...view details