ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ ભાજપના 93 કોર્પોરેટરોએ ફાળવી ગ્રાન્ટ, કોવિડની કામગીરી માટે 5-5 લાખ આપ્યાં

કોરોના મહામારીમાં સુરત મનપાને કરોડોનો ખર્ચ પહોંચી રહ્યો છે. મનપા દ્વારા લોકોના કામો કરવા માટે દરેક સભ્યને વાર્ષિક 10 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે. પાંચ વર્ષ માટે આ રીતે સભ્યને 50 લાખની ગ્રાન્ટ મળે છે. વાર્ષિક 10 લાખની ગ્રાન્ટમાંથી 5-5 લાખ મનપાના covid-19 ટ્રસ્ટના ખાતામાં દરેક સભ્ય આપે એવો સ્થાયી સમિતિએ નિર્ણય કર્યો હતો.

સુરતઃ ભાજપના 93 કોર્પોરેટરોએ ફાળવી ગ્રાન્ટ, કોવિડની કામગીરી માટે 5-5 લાખ આપ્યાં
સુરતઃ ભાજપના 93 કોર્પોરેટરોએ ફાળવી ગ્રાન્ટ, કોવિડની કામગીરી માટે 5-5 લાખ આપ્યાં

By

Published : May 14, 2021, 1:25 PM IST

  • સુરત મનપાનો ગ્રાન્ટ સંદર્ભે નિર્ણય
  • દરેક કોર્પોરેટર 5 લાખ રુપિયા કોવિડ સહાયમાં ફાળવશે
  • કુલ 93 કોર્પોરેટર્સની 4.65 કરોડની રકમ ફાળવાશે

    સુરત : સ્થાયી સમિતિમાં લેવાયેલા નિર્ણય બાદ કુલ 120 કોર્પોરેટરો પૈકી ભાજપના 93 સભ્યોએ મનપા ગ્રાન્ટ પૈકી પાંચ લાખ ફાળવવાનો પત્ર મેયર સહિત પદાધિકારીઓને કમિશનરને રૂબરૂમાં પત્ર પાઠવ્યો હતો. 93 સભ્યોના 5-5 લાખ મુજબ 4.65 કરોડ મનપાને કરોના માટે અને ખાસ તો સ્મીમેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઓક્સિજન સિલેન્ડર વેન્ટિલેટર સહિતની જરૂરિયાતો પૂરી કરવા માટે ગ્રાન્ટ પેટે ફાળવી દેવાયા છે. આમ મનપા દ્વારા લોકોના કામ માટે સભ્યોને આવતી રકમ પૈકી સભ્ય દીઠ 5-5 લાખ મનપાને જ પરત મળ્યાં છે.

    આ પણ વાંચોઃ સુરતમાં મ્યુકોરમાઇકોસીસના કુલ 224 કેસ નોંધાયા, નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વૉર્ડ શરૂ કરાયો

કોવિડ માટેની કામગીરી હેતુ મનપાના ટ્રસ્ટમાં ફાળવવા હેતુ મંજૂરી

સ્થાયી સમિતિએ મહત્વપૂર્ણ નિર્ણય કરી મનપાના તમામ કોર્પોરેટરને ફાળવતી વાર્ષિક 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ કોવિડ સંબંધી કામગીરી માટે ગ્રાન્ટ તરીકે વાપરવા મંજૂરી આપી છે. આ ઠરાવના પગલે ભાજપના તમામ 93 સભ્યો પોતાના લેટરપેડ પર પોતાની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા કોવિડ માટેની કામગીરી હેતુ મનપાના ટ્રસ્ટમાં ફાળવવા હેતુ મંજૂરી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details