ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના 2 CRPFના કમાન્ડો સમૂહ લગ્નમાં લગ્ન કરી આપશે સંદેશ

સુરત: 12 મી જાન્યુઆરીના રોજ સુરતમાં એક અનોખા લગ્ન થનાર છે. જેમાં પતિ-પત્ની બંને દેશના CRPFના કમાન્ડો છે. આ કમાન્ડો કપલ સુરતમાં યોજાનારી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમુહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડાશે. દેશની સેવામાં તત્પર રહેનારા કમાન્ડો કપલ લગ્નમાં બિન જરૂરિયાત ખર્ચ ન થાય એ માટે સમૂહ લગ્નમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.જે સમાજને અને દેશને એક અનોખો સંદેશ આપે છે.

સુરત
etv bharat

By

Published : Jan 9, 2020, 1:23 PM IST

લગ્નમાં અત્યાર સુધી આપે અનેક વર-વધુના જોડાઓ જોયા હશે, પરંતુ સુરતમાં આયોજિત થનાર સમુહ લગ્નમાં એક ખાસ કપલ લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યુ છે. જેઓને લોકો કમાન્ડો કપલ કહીને સંબોધિત કરી રહ્યા છે. CRPFમાં કમાન્ડો દયા ધાનાણી તથા કોબ્રા કમાન્ડો હાર્દિક બેલડીયાને લોકો હવે કમાન્ડો કપલ તરીકે સંબોધિત કરી રહ્યાં છે. દેશની સેવા માટે હંમેશા ખડે પગે રહેનાર આ કમાન્ડો કપલ 12મી જાન્યુઆરીના રોજ લગ્નગ્રંથીથી જોડાવાના જઈ રહ્યાં છે. સુરતમાં થનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના સમૂહ લગ્નમાં 152 જેટલા યુગલો સાથે તેઓ પણ પ્રભુતાના પગલા ભરશે. દયા CRPFમાં કમાન્ડો છે તો હાર્દિક CRPFના કોબ્રા કમાન્ડો છે.'

CRPFના કમાન્ડો લગ્ન કરી આપશે સંદેશ

દયા અને હાર્દિકની પોસ્ટિંગ હાલ પશ્ચિમ બંગાળમાં છે. અગાઉ હાર્દિક પાંચ વર્ષ સુધી કાશ્મીરમાં ફરજ બજાવી ચુક્યો છે.બંને કમાન્ડો હવે 12મી તારીખે પતિ-પત્ની બની જશે જેથી લોકો તેમને કમાન્ડો કપલ કરીને બોલાવી રહ્યા છે. સમૂહ લગ્નમાં લગ્ન કરવા પાછળ કારણ એક સરખુ છે બન્નેએ જણાવ્યું કે, લગ્નમાં બિન જરૂરી ખર્ચ અને પરિવારને ભારણ આપવા કરતાં સમાજ દ્વારા કરાવવામાં આવતા સમૂહ લગ્નમાં લગ્ન કરવાથી બિનજરૂરી ખર્ચ બચી જાય છે.

યુનિફોર્મમાં સજજ કમાન્ડો કપલ એક તરફ દેશની સેવા કરવા માટે પોતાની કર્તવ્યતા બતાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ બિન જરૂરી ખર્ચ ન કરી રાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરવા લોકોને અનુરોધ કરી રહ્યાં છે. બન્નેએ જણાવ્યુ હતુ કે, સમૂહ લગ્નમાં લગ્ન કરવાના નિર્ણયના કારણે લોકો તેમને ખૂબ જ બિરદાવી રહ્યાં છે. જેથી તેઓને ખૂબ જ આનંદની લાગણી થઇ રહી છે. તેમના આ નિર્ણયને કારણે લોકો સન્માન અને પ્રેમ આપી રહ્યાં છે.

કમાન્ડો કપલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં લગ્નગ્રંથીથી જોડાઇ રહ્યાં છે. જેથી સમાજ દ્વારા પણ તેઓને બિરદાવવામાં આવી રહ્યાં છે. સમાજના અગ્રણી કાનજીભાઈ ભાલાલાએ જણાવ્યું હતું કે, કમાન્ડો કપલનું સમાજ માટે પ્રેરણાદાયક નિર્ણયના કારણે પાંચ લાખ રૂપિયાની સમાન રાશિ આપવાનો નિર્ણય કર્યો છે.

દેશ સેવાની સાથે સાથે દેશ માટે પ્રેરણારૂપ બની રહેલા આ કમાન્ડો કપલ આજની યુવા પેઢી માટે આદર્શ છે. જે લગ્નમાં લાખો રૂપિયા ખર્ચી નાખે છે.

ABOUT THE AUTHOR

...view details