ગુજરાત

gujarat

ETV Bharat / city

Suicide In Surat :આર્થિકતંગીએ રત્નકલાકરનો લીધો ભોગ, દવા પીને કરી આત્મહત્યા - Toxic drug committed suicide

સુરતમાં (Suicide In Surat) રત્નકલાકરે આર્થિકતંગીના કારણે મિત્રની સામે જ ઝેર દવા પી આત્મહત્યા કરી હતી. હાલ કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Suicide In Surat :આર્થિકતંગીએ રત્નકલાકરનો લીધો ભોગ, દવા પીને કરી આત્મહત્યા
Suicide In Surat :આર્થિકતંગીએ રત્નકલાકરનો લીધો ભોગ, દવા પીને કરી આત્મહત્યા

By

Published : Feb 12, 2022, 1:36 PM IST

સુરત: સુરતના (Suicide In Surat) કતારગામ વિસ્તારમાં આવેલ નિલકંઠ સોસાયટીમાં રહેતો 27 વર્ષીય મેહુલ દેવરાજ દેવગણિયાએ જહાંગીરપુરા કનાદ ફાટક નજીકની નહેર પર મિત્ર સાથે ગયા બાદ મિત્રની નજર ચૂકવીને ઝેરી દવા પીઆત્મહત્યા કરી હતી. મિત્રને તેના મોમાં ફેળ દેખાતા તાત્કાલિક પરિવાર અને 108ની મારફતે ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. મોત થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હાલ આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Suicide In Surat :આર્થિકતંગીએ રત્નકલાકરનો લીધો ભોગ, દવા પીને કરી આત્મહત્યા

આ પણ વાંચો:Youth suicide in Rajkot: રાજકોટમાં વ્યાજચક્રમાં ફસાયેલ યુવકે આપઘાત કર્યો

પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

મૃતક મોટા ભાઈ વિનોદ દેવગણિયાએ જણાવ્યું હતું કે, મેહુલે મને હોસ્પિટલમાં કહ્યુ કે, મેં પરિવારની જાણ બહાર બેંકમાંથી લોન લીધી હતી. લોનના હપ્તા ભરી ન સકતા અને તેને છેલ્લા 10 દિવસથી બેંકમાંથી ફોન આવી રહ્યા હતા, તેના જ કારણે માનસિક તણાવમાં આત્મહત્યાનું પગલું ભર્યું હોય એમ કહી શકાય છે. મેહુલના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા. સૌરાષ્ટ્રના મહુવાના વતની મેહુલ રત્નકલાકાર તરીકે કામ કરી આખા પરિવારનું ભરણપોષણ કરતો હતો. આ પરિવારે આર્થિક સહારો ગુમાવી દીધો છે.

મૃતક મેહુલ દેવરાજ દેવગણિયા

આ પણ વાંચો:Child suicide in Morbi: મોરબીમાં મોબાઈલ રીપેરીંગ બાબતે બાળકનો આપઘાત

ગત 7 તારીખે જ મેહુલની પ્રથમ લગ્રનની વર્ષગાંઠ હતી

વધુમાં જણાવ્યું હતું કે, અમને લોન હતી એ બાબતે કશી જ ખબર ન હતી. મેહુલએ જહાંગીરપુરા કનાદ ફાટક નજીકની નહેર પર મિત્ર સાથે ગયા બાદ મિત્રની નજર ચૂકવી મેહુલે ઝેરી દવા પીધી હતી. જોકે દુર્ગધ આવતા મિત્રએ દબાણથી પૂછ્યું મેહુલે ઝેરી દવા પીધી હોવાનું કહેતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ પરિવારને જાણ કરી હતી. ટૂંકી સારવાર બાદ મેહુલનું મોત નીપજ્યું હતું. 7 તારીખે જ મેહુલની પ્રથમ લગ્રનની વર્ષગાંઠ હતી.

ABOUT THE AUTHOR

...view details