સુરત :સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. શહેરના અમરોલી વિસ્તારમાં GEB માં નોકરી કરતા યુવક વિવેક શર્માને ઘણા સમયથી સાયબર ફ્રોડના (Surat Cyber Fraud Message) મેસેજ આવતા હતા. જેને લઈને યુવકે આખરે બદનામીના ભય વચ્ચે આત્મહત્યા (Suicide Case in Surat) કરી લીધી છે. આત્મહત્યા અને સાયબર ફ્રોડના મેસેજ લઈ હાલ પોલીસે કાર્યવાહી ચાલુ કરી છે.
આ પણ વાંચો :Died By Suicide in Patan : પાટણમાં વ્યાજખોરોના ત્રાસથી આધેડે વખ ઘોળ્યું
બદનામી-રૂપિયા વચ્ચે ઝેર વ્હાલુ કર્યું - સાયબર ફ્રોડએ યુવક પાસે રૂપિયાની માંગણી કરી હતી. યુવકે લાખો રૂપિયા આપ્યા બાદ પણ વધુ રૂપિયા માટે સાયબર ફ્રોડે તેના ફોટો ગ્રાફ પર રેપીસ્ટ લખી બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવતી હતી. તેને લઈને યુવકે આખરે બદનામી અને વારંવાર રૂપિયાની માંગને લઈ યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા (Suicide from Cyber Fraud Message in Surat) કરી લીધી હતી. આ બાબતે પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની (Surat Crime Case) તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃજેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ કરી આત્મહત્યા
"12 છોકરીઓ પર બળાત્કાર કરી તેને વેચી નાખી" -વિવેકને એમ મેસેજ કરવામાં આવ્યો હતો કે, "આ યુવક અમારી કંપની માંથી લોન લઈને ભાગી ગયો છે. તેમજ 12 છોકરીઓ ઉપર બળાત્કાર કરી તેને વેચી નાખી છે. જે લોકોને આ યુવક જોવામાં આવે તો તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરવામાં આવે. યુવક પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા તેને પકડીને ફાંસીની સજા આપવાની છે. આવા લોકો સાથે આવી રીતે જ થવું જોઈએ. " આવા મેસેજ આ યુવકને (Suicide Case in Amaroli) આવતા હતા. તેને લઈને યુવકે બદનામી થવાના ડરથી અંતે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું. જો કે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.