ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્રમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવા DGVCL કંપનીની 40 ટીમ રો-રો ફેરી ખાતેથી ઘોઘા જવા રવાના - વીજ પુરવઠો

તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લાઓમાં વિજપુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે DGVCL કંપનીની 40 ટીમોના 400 વીજકર્મીઓ હજીરા રો-રો ફેરી ખાતેથી ઘોઘા જવા રવાના થયા છે.

DGVCL કંપનીની 40 ટીમોના 400 વીજકર્મીઓ હજીરા રો-રો ફેરી ખાતેથી ઘોઘા જવા રવાના
DGVCL કંપનીની 40 ટીમોના 400 વીજકર્મીઓ હજીરા રો-રો ફેરી ખાતેથી ઘોઘા જવા રવાના

By

Published : May 22, 2021, 10:21 AM IST

  • વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજપુરવઠો ખોરવાયો
  • DGVCL કંપનીની 40 ટીમોના 400 વીજકર્મીઓ હજીરા રો-રો ફેરી ખાતેથી ઘોઘા જવા રવાના
  • ખાસ ટીમો 40 વાહનો અને પોલ ઈરેક્શન મશીન્સથી સજ્જ

સુરત:સૌરાષ્ટ્રમાં તૌકતે મચાવેલી તબાહીના કારણે વીજ પુરવઠાને ભારે નુકશાન થયું છે. જેના કારણે ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં વીજ પુરવઠો નિયમિત થાય તે માટે પશ્વિમ ગુજરાત વીજ કંપનીના કર્મયોગીઓ રાત-દિવસ જહેમત કરી રહ્યા છે.

DGVCL કંપનીની 40 ટીમોના 400 વીજકર્મીઓ

આ પણ વાંચો:ખોરવાયેલા વીજ પૂરવઠાને કાર્યરત કરવા માટે 49 ટિમો ભાવનગર ખાતે આવી પહોંચી

વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં જોડાશે

ભારે તબાહીના કારણે વધુ માનવબળની જરૂરીયાત હોય તત્કાલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 40 ટીમોના 400 વીજકર્મીઓ આજે સવારે હજીરાથી ઘોઘા(ભાવનગર) રો-રો ફેરી મારફતે રવાના થઈ હતી. ખાસ ટીમો 40 વાહનો અને પોલ ઈરેક્શન મશીન્સથી સજ્જ છે. જ્યારે અન્ય 300 વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં જોડાશે.

DGVCL કંપનીની 40 ટીમોના 400 વીજકર્મીઓ

આ પણ વાંચો: નિસર્ગ વાવાઝોડાના સંકટ સમયે વીજ કંપનીઓ સ્ટેન્ડ-બાય: ઉર્જા પ્રધાન સૌરભ પટેલ

વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે મદદરૂપ થશે

DGVCLની આ 40 ટીમોમાં ડેપ્યુટી એન્જિનિયરો, જુનિયર એન્જિનિયરો, હેલ્પર સહિત કોન્ટ્રાકટ આધારિત સ્ટાફ મળી 400થી વધુ વીજકર્મીઓ સૌરાષ્ટ્રની PGVCL કંપની વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓમાં ઝડપથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે મદદરૂપ થશે.

ABOUT THE AUTHOR

...view details