ગુજરાત

gujarat

ETV Bharat / city

દિયોરા અને ભંડેરી ડાયમંડ કોર્પોરેશન પર સર્વેની કામગીરી હાથ ધરાઇ, કરોડોના હીરા કરાયા જપ્ત

21મી જાન્યુઆરીના રોજ ઈન્કમટેક્સ વિભાગની ડાયરેક્ટર રોડ ઓફ ઇન્વેસ્ટિગેશન વીંગે 40 જેટલા અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરની સાથે વરાછા હીરાબાગના દિયોરા અને ભંડેરી ડાયમંડ કોર્પોરેશન પર સર્વે હાથ ધર્યો હતો. જે સર્વેમાં કરોડોની કિંમતના હીરા જપ્ત કરવામાં આવ્યા છે.

દિયોરા અને ભંડેરી ડાયમંડ કોર્પોરેશન પર સર્વેની કામગીરી કરાઇ,  કરોડોના હીરા કરાયા જપ્ત
દિયોરા અને ભંડેરી ડાયમંડ કોર્પોરેશન પર સર્વેની કામગીરી કરાઇ, કરોડોના હીરા કરાયા જપ્ત

By

Published : Jan 28, 2021, 8:10 PM IST

  • વરાછા હીરાબાગની દિયોરા અને ભંડેરી ડાયમંડ કોર્પોરેશન પર હાથ ધરાયો સર્વે
  • સર્વેમાં કરોડોની કિંમતના હીરા જપ્ત
  • લાખો નંગ હીરા વિભાગે જપ્ત કરતા વેપારીઓ હેરાન

સુરતઃ 21મી જાન્યુઆરીના રોજ ઈન્કમટેક્સ વિભાગની ડાયરેક્ટર રોડ ઓફ ઇન્વેસ્ટિગેશન વીંગે 40 જેટલા અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરની સાથે વરાછા હીરાબાગના દિયોરા અને ભંડેરી ડાયમંડ કોર્પોરેશન પર હાથ ધરેલા સર્વેમાં કરોડોની કિંમતના હીરા જપ્ત કરવામાં આવ્યા છે. જેના કારણે 800જેટલી નાના મોટી પેઢીઓથી ચાલતી હીરાની કંપનીઓની મુશ્કેલી ઉભી થઇ છે. ટ્રેનિંગ માટે આપવામાં આવેલા લાખો નંગ હીરા વિભાગે જપ્ત કર્યા હોવાની કારણે વેપારીઓ હેરાન છે અને આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ સુરત ડાયમંડ એસોસિએશન ઈન્કમટેકસ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

દિયોરા અને ભંડેરી ડાયમંડ કોર્પોરેશન પર સર્વેની કામગીરી કરાઇ, કરોડોના હીરા કરાયા જપ્ત

સર્વેમાં હીરા અને સ્કેનિંગ મશીન મળી આવ્યા હતા

વિદેશથી આયાત થઈને સુરત આવતા રફ ડાયમંડનું સુરતની નાની-મોટી 25 જેટલા એકમોમાં પ્રથમ સ્કેનિંગ કરાવીને તેની ખામીઓ જાણવામાં આવે છે. સુરતની દિયોરા અને ભંડેરી ડાયમંડ કોર્પોરેશન મોટા પાયે નાની મોટી ડાયમંડ પેઢીઓ કંપનીઓના રફ ડાયમંડનું સ્કેનિંગ કરી આપે છે. તારીખ 21 મી જાન્યુઆરીએ ગુરૂવારના રોજ ડીઆઇ વિંગે કંપનીની બે ઓફિસ અને એક ફેક્ટરી પર કરેલા સર્વેમાં 10 લાખ નંગથી વધુ હીરા અને 700 જેટલા સ્કેનિંગ મશીન મળી આવ્યા હતા. જેને શંકાના રાહે વિભાગે જપ્ત કર્યા છે. વિભાગે સાત દિવસથી જપ્ત કરેલા હીરાના મોટા જથ્થાના કારણે માર્કેટમાં સોર્ટ સપ્લાયની સ્થિતિ સર્જાઈ છે. જો લાંબા સમય સુધી વિભાગ પાસે હીરાનો જથ્થો પડી રહે તો હિરાના પેઢીના સંચાલકોનું દેવું પણ વધશે અને કેટલીક નાની પેઢીઓ અને તાળા પણ લાગી શકે છે. સર્જાયેલી આ સમસ્યાના પગલે હીરાના પાર્સલ જોડી દેવા માટે ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

25 જેટલા વેપારીઓએ સુરત ડાયમંડ એસોસિએશનમાં ફરિયાદ કરી

સુરત ડાયમંડ એસોસિયેશનના સેક્રેટરી ધામજી માવાણીએ જણાવ્યું હતું કે, ડાયમંડ કંપની દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશનને લીગલ ડોક્યુમેન્ટ સાથે જે જોબ વર્ક માટે હીરા આપવામાં આવ્યા છે. તેને મુક્ત કરી દેવામાં આવે કારણ કે, કરોડો રૂપિયાના લાખો નંગ હીરાના કારખાનેદારોના છે. તેઓને આર્થિક રીતે મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે. જેથી 25 જેટલા વેપારીઓએ સુરત ડાયમંડ એસોસિએશનમાં ફરિયાદ કરી છે.

સર્વેનું કામ સર્ચમાં પરિવર્તન

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હીરાબાગમાં આવેલી દિયોરા એન્ડ ભંડેરી કંપનીમાં સર્ચ ચાલી રહ્યું છે. સર્ચ માટે ગયેલી આઇટીને અહીં મોટો ગોટાળો મળી આવતા સર્વેનું કામ સર્ચમાં પરિવર્તન થયું હતું. સર્ચએ દરમિયાન બ્લેક મની સાથે બ્લેક એન્ડ વાઈટ બ્લેક લેબલ, રેડ લેબલ, વ્હાઇટ લેબલ સહિત મોંઘી બનાવટની દારૂની બોટલ પણ મળી આવી હતી સર્વર રૂમની બાજુમાં આવેલા ગાર્ડ રૂમ પાસેની અલમારી ખોલવામાં આવતા તેમાંથી 31 હજારની કિંમતના 15 બોટલ મળી આવ્યા, આઇટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો દર્જ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details