સુરત : સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતીએ ગતરોજ સાંજે આત્મહત્યા (Surat Suicide Case) કરતા ચકચાર મચી ગઈ હતી. આ યુવતીએ પોતાના ઘરે દવા ખાઈ આત્માહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પરિવારને બનાવની જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. જોકે, આ બાબતે પોલીસને જાણ (Surat Crime Case) થતા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :Rajkot Suicide Case: પ્રેમના કારણે વધુ એક યુવતીએ ગુમાવ્યો જીવ, સ્યુસાઈડ નોટમાં કર્યા ગંભીર આક્ષેપ
પિતા દીકરીને ઘરે લઈ ગયા - સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય આરતી અમીપરા જેઓ શહેરની ભગવાન મહાવીર કોલેજમાં BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. પરંતુ, તેમને તેમના ઘર નજીક રહેતા અક્ષય ધડુક સાથે પ્રેમ થયો હતો. જોકે આરતીએ બે મહિના પહેલાં જ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બધુ બરાબર ચાલતું હતું પરંતુ, અચાનક એક દિવસ આરતીએ પોતાના પિતાને ફોન કરીને બોલાવ્યો હતો. તે સમય દરમિયાન પિતા પંકજ અમીપરા પોલીસને સાથે લઈ જઈને અક્ષયને ઘરે પહોંચ્યા હતા. જે બાદ આરતીને પોતાના ઘરે લઈ આવ્યા હતા.
આરતી-અક્ષયના છુટાછેડા -15 મે ના રોજ આરતી અને અક્ષય બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. છૂટાછેડા બાદ પરિવારે આરતીને લઈ પોતાના વતનને લઈ ગયા હતા. જે બાદ ગત 21 મે ના રોજ પરિવાર પરત ફર્યુ હતું. 23 મેના રોજ સાંજના સમય દરમિયાન આરતીએ અનાજમાં નાખવાની દવા ખાઈ લેતા (BCA Student Suicide in Surat) તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતી. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો :બાઈબલ વાંચવા જવાનું કહી યુવક ગયો તો ખરી પછી થયું એવું કે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ
"મારે છોકરા પાસે જવું છે " - સરથાણા પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં આરતીના નિવેદન લેવા ગયા હતા, ત્યારે આરતીએ કહ્યું હતું કે, મારે છોકરા પાસે જવું છે. આરતીના છૂટાછેડા થઇ ગયા બાદ પણ તે અક્ષય પાસે જવાની ઇચ્છા કરી હતી. જોકે હાલ તો તપાસ ચાલી રહી છે પરંતુ, એમ માની શકાય છે કે છૂટાછેડા પણ તેમના પરિવારના દબાણમાં થયું હોય એમ લાગી રહ્યું છે. તેમજ તેના તણાવમાં આરતીએ આત્મહત્યા (Suicide in Love Marriage) કરી હોય એવું કહી શકાય છે.