- રોડ પર સ્ટંટ કરનાર યુવતીને પોલીસે પકડી
- સોશિયલ મીડિયામાં લાખોની સંખ્યામાં ધરાવે છે ફોલોઅર્સ
- વિડીયો વાઈરલ થતા પોલીસે કરી ધરપકડ
સુરત: શહેરના ડુમ્મસ રોડ પર સ્પોર્ટ્સ બાઈકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે ચલાવી સ્ટંટ કરનાર યુવતીને જેલમાં જવાનો વારો આવ્યો છે. બારડોલીની યુવતીને 45 કિલોમીટર દૂર સુરત આવીને સ્ટંટનો વીડિયો બનાવવો ભારે પડ્યો છે. વાઈરલ થયેલો વીડિયો પોલીસ કંટ્રોલ રૂમને મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:GTUના વિદ્યાર્થીઓએ 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિમી ચાલતું ઈલેક્ટ્રીક બાઈક બનાવ્યું
યુવતી બાઈક રાઈડિંગની શોખીન
ફિલ્મની હિરોઈનની જેમ રોડ પર સ્ટંટ કરનાર યુવતીને પોલીસે ઝડપી પાડી છે. સોશિયલ મીડિયામાં લાખોની સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતી યુવતી જ્યારે બારડોલીથી સુરત આવી અને શહેરના ડુમ્મસ વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઈક પર સ્ટંટ કરી રહી હતી, ત્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો અને પોલીસે આ વીડિયોના આધારે તેની ધરપકડ પણ કરી છે. બારડોલીની કોલેજિયન અને બાઈક રાઈડિંગની શોખીન યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર 500થી વધુ પોસ્ટ અપલોડ કરી છે. જેમાં મહત્તમ પોસ્ટ બાઈક રાઈડિંગની છે. 3.27 લાખ ફોલોઅર્સ છે. વીડિયોમાં લાઈટ કલરનું જીન્સ, બ્લેક ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરેલી યુવતી માસ્ક પહેર્યા વગર છુટા હાથે બિન્દાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઈક ડ્રાઈવિંગ કરતા નજરે પડી રહી છે.
આ પણ વાંચો:નવસારીમાં ધ્વની પ્રદૂષણ ફેલાવતા 70 બુલેટ બાઈક પોલીસે કબજે કરી
પોલીસે યુવતીની કરી ધરપકડ
સંજના ઉર્ફે પ્રિન્સી પ્રસાદ બારડોલીમાં રહે છે અને વીડિયો બનાવવા માટે તે સુરત આવી હતી. અવારનવાર તે વીડિયો બનાવવા માટે સુરત આવતી હતી. આ બાઈક મહંમદ બિલાલ વાંચી નામના યુવકની છે. જેની ઉપર તે હિરોઈનની જેમ સ્ટંટ કરતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને હાલ તે જામીન ઉપર છે. તપાસ અધિકારી જયસિંહ પરમારે જણાવ્યું હતું કે, યુવતી પોલીસને ગુમરાહ કરી રહી છે અને પોતાનું સરનામું અને માતા- પિતાની ઓળખ પણ છુપાવી રહી છે.