સુરત : કતારગામની ‘શિવમ જ્વેલ્સ’ ડાયમંડ કંપનીના એચ.આર. હેડ મહેશભાઈ ધામેલિયાએ જણાવ્યું કે, સૂરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ ત્યારે ઘણા રત્નકલાકારો કોરોના સંક્રમિત થયાં હતાં. જેમાં તેઓ પણ કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયાં છે. મિત્રોની પ્રેરણાથી તેઓ છ રત્નકલાકારોએ સંકલ્પ સાથે સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યાં છે. જરૂર જણાશે તો છ રત્નકલાકારોસાથે ફરી પ્લાઝમા ડોનેટ કરશું તેમ પઁણધામેલિયાએ કહ્યું હતું. વધુમાં તેઓ જણાવે છે કે, કંપનીના 350 રત્નકલાકારોના એન્ટિજન ટેસ્ટ કર્યા. પરંતુ તેમાથી એક પણ રત્નકલાકારને કોરોનાના લક્ષણો જણાયાં નથી.
સુરત શહેરની જ્વેલ્સ કંપનીના 6 રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યું ઉમિયાધામ વિસ્તારની મારૂતિધામ સોસાયટીમાં રહેતાં પ્લાઝમા ડોનેટ કરનાર રત્નકલાકાર કિશોરભાઈ નકુમે જણાવ્યું કે, 9 જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સિવિલમાં દાખલ થયાં હતાં. રિપોર્ટમાં ૫ ટકા ન્યૂમોનિયાની અસર આવતાં 12 ક્લાક બાદ વેસુની સમરસ હોસ્ટેલ શિફ્ટ થયાં ત્યાં નવ દિવસ બાદ કોરોનાને મ્હાત આપી. 13 દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયાં છે. કંપનીના માલિકની પ્રેરણાથી તેમણે પણ પ્લાઝમા બેન્કમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે. તેઓના પ્લાઝમા દાનથી બે વ્યક્તિને નવજીવન મળશે તેની તેમને ઘણી ખુશી છે. આગળ આવા સમાજહિતના ઉમદા કાર્યમાં હંમેશા શક્ય તેટલું યોગદાન આપવા તેઓ તત્પર છે. સુરત શહેરની જ્વેલ્સ કંપનીના 6 રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યું શિવમ જ્વેલ્સમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરતાં 25 વર્ષીય જયેશ કાકલોતરને 12 મેના રોજ કોરોના પોઝિટિવ આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. 5 દિવસ સમરસ હોસ્ટેલમાં રહીને કોરોનાને મ્હાત આપી. 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહીને સ્વસ્થ થઈને શિવમ જ્વેલ્સની પ્રેરણાથી સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. અન્ય કંપનીના ડોનર વિજયભાઈ પટેલ, આકાશભાઈ પટેલ તથા કાનજીભાઈ મોતીસરીયાએ પ્લાઝમા ડોનેટ કર્યાં હતાં.સ્મીમેર હોસ્પિટલના પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહે જણાવ્યું કે, અમારી ટીમે શિવમ જ્વેલ્સના માલિક ઘનશ્યામભાઈ શંકરનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે, 6 રત્નકલાકારોના એન્ટીબોડી ડેવલપ થઈ ચૂકયાં છે. રત્નકલાકારોને પ્લાઝમા માટે પ્રોત્સાહિત કરતાં આ રત્નકલાકારોએ તરત જ પોતાના પ્લાઝમા ડોનેટ કરીને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.