સુરત : તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદે બાયોડીઝલના નામે કાળા કારોબાર થાય છે. જે અંગે સરકારમાં અનેક રજૂઆત કરવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં લેવાતા આવતા નથી. પેટ્રોલપંપ સંચાલકોએ આગામી મંગળવારે ડેપોમાંથી પેટ્રોલ ડીઝલના જથ્થો ન ખરીદવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઠેર ઠેર ગેયકાયદેસર બાયોડીઝલની આડમાં ઝેરી કેમિકલનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.
જે અંગે સુરત અને તાપી જિલ્લા પેટ્રોલપંપ ડીલર્સ એસોસિએશન દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.સંચાલકોનું કહેવું છે કે, એક બાજુ પ્રદૂષણ ઘટાડવા માટે ઓઇલ કંપની યુરો 6 ડીઝલ નું વેચાણ કરે છે. જેની સામે ઝેરી ધુમાડાથી કેમિકલ્સના બેરોકટોક સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી.આવા ભેળસેળ યુક્ત બાયોડીઝલને કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય રહ્યું છે.
સરકારની આવકમાં પણ અબજો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા કડડ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા હવે પેટ્રોલપંપ સંચાલકો દ્વારા લડતના મંડાણ કરવામાં આવ્યા છે.જે અંતર્ગત ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા ગઇકાલે અન્ન અને નાગરિક પુરવઠાન વિભાગને લેખિત પત્ર મારફતે રજૂઆત કરી છે. ત્યારે કોઈ પગલાં ભરવામાં ન આવતા 29મી સપ્ટેમ્બરના રોજ નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે.
જો ગેરકાયદે વેચાતા બાયોડીઝલ વેચાણ સામે યોગ્ય પગલાં નહીં લેવાય તો અઠવાડીયામાં બે દિવસ મંગળવાર અને શુક્રવારના રોઝ પેટ્રોલ ડીઝલની ખરીદી ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં પેટ્રોલપંપ ડીલર્સ એસોસિએશન દ્વારા ગેરકાયદે બાયો ડીઝલના વેપલા અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા અંતે આ નિર્ણય લેવો પડ્યો હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.