- સુરતના જહાંગીરપુરા વિસ્તારની ઘટના
- પેટ્રોલ પંપ ચાલક લોકોને છેતરતો હોવાથી કરાયું સીલ
- પેટ્રોલિયમ પ્રધાન ખુદ પોતાની કાર લઈને તપાસ કરવા ગયા હતા
ન્યૂઝ ડેસ્ક: તાજેતરમાં જ પેટ્રોકેમિકલ પ્રધાન બનેલા મુકેશ પટેલને (Mukesh Patel) સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરાતી હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદની તપાસ કરવા તેઓ ખુદ પહોંચ્યા હતા અને પોતાની કારમાં ડીઝલ ભરાવ્યું હતું. ડીઝલ ભરાવ્યા બાદ તેઓએ તપાસ કરાવતા તે ઓછું નીકળ્યું હતું. જેથી તેમણે આ અંગે પુરવઠા વિભાગને જાણ કરી હતી. જ્યારબાદ પુરવઠા વિભાગે આ પેટ્રોલ પંપ (Petrol Pump) સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઓછું પેટ્રોલ આપતા હોવાની ફરિયાદ મળતા પ્રધાન જાતે જ તપાસ કરવા પહોંચ્યા, ખાતરી થતા પેટ્રોલ પંપ સીલ કરાવ્યું કર્મચારીએ ગેરવર્તણૂંક પણ કરી હતી
8 નવેમ્બરની રાત્રે પ્રધાન મુકેશ પટેલ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ યશ પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પર પોતાની ગાડી લઈને પહોંચ્યા હતા. તેમણે પોતાની ગાડીમાં પેટ્રોલ પંપના કર્મચારીને ડીઝલ ભરવા માટે કહ્યું હતું, પરંતુ ડિસ્પ્લેમાં ડીઝલ કેટલું ભરાયું છે. તે સ્પષ્ટ દેખાતું ન હોવાથી તેમણે કર્મચારીને ફરિયાદ કરી હતી. જ્યારબાદ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂંક કરી હતી. જેથી આખરે પેટ્રોલિયમ પ્રધાન મુકેશ પટેલે પુરવઠા વિભાગના કર્મચારીઓને ફરિયાદ કરી હતી અને આખરે પુરવઠા વિભાગના અધિકારીઓએ જહાંગીરપુરા પેટ્રોલ પંપ પર પહોંચીને સેમ્પલ લઇને પેટ્રોલ પંપ સીલ કર્યું હતું.
પેટ્રોલ ડીઝલના પંપ ગેરરીતિ કરનાર સામે પગલા લેવાશે : મુકેશ પટેલ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,અધિકારીઓ સાથે અમે સ્ટોક રજિસ્ટ્રેશન ચેક કરવા ગયા હતા, ત્યારે જોવામાં આવ્યું કે તેઓએ 3 તારીખ પછી સ્ટોક રજીસ્ટ્રેશનની પણ કર્યું નહોતું. આ ઉપરાંત, 12 નોઝલમાંથી 6 નોઝલમાં 20 ML ઓઇલ ઓછું દેખાયું હતું. આથી, 6 નોઝલને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે અને પેટ્રોલ પંપને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આવા કાર્ય કરનાર લોકોને અમે જાતે જઈને ખુલ્લા પાડશું, હું એક મંત્રી તરીકે નહીં પરંતુ એક પ્રજાના સેવક તરીકે કામ કરશું. વધુમાં જણાવ્યું હતું કે, અમે પુરવઠા વિભાગને સૂચના આપી છે કે રાજ્યમાં જ્યાં પણ પેટ્રોલ ડીઝલના પંપ અથવા તો CNG પંપમાં ગેરરીતિ જણાય તો તાત્કાલિક પગલાં લેવામાં આવે, અમે કોઈને છોડવાના નથી.
ડીઝલ ભરાવતી વખતે ડિસ્પ્લેમાં સ્પષ્ટ આંકડા જોવા મળ્યા ન હતા
આ અંગે પેટ્રોલિયમ પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, તેમને અનેક વખત આ અંગેની ફરિયાદ મળી હતી. લોકોએ જણાવ્યું હતું કે, આ પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ લોકોને ઓછું આપવામાં આવે છે. આ ફરિયાદ બાદ હું પોતે પોતાની ગાડી લઈને આ પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. જ્યાં જોવા મળ્યું હતું કે પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે જે ડિસ્પ્લેમાં આંકડા જોવા મળે છે તે સ્પષ્ટ દેખાતા ન હતા અને પેટ્રોલ પંપના કર્મચારીઓનું વર્તન પણ સારું નહોતું. જેના કારણે આ અંગેની ફરિયાદ અધિકારીઓને કરવામાં આવી હતી અને મારી સામે જ પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: