ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના ઉધના ઝોનમાં પાણીની અછતથી લોકો ત્રાહિમામ, હવે પાણી નહિ તો મત નહિ - પાણીની અછત

સુરત શહેરના લિંબાયત બાદ હવે ઉધના ઝોનમાં પાણીની અછતથી લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. પાંડેસરા વિસ્તારમાં સ્કૂલ ફળિયામાં રહેતા લોકો પાણીની અછતના કારણે આટલી હદે રોષે ભરાયા છે કે આવનાર સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મત નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

સુરતના ઉધના ઝોનમાં પાણીની અછતથી લોકો ત્રાહિમામ, હવે પાણી નહિ તો મત નહિ
સુરતના ઉધના ઝોનમાં પાણીની અછતથી લોકો ત્રાહિમામ, હવે પાણી નહિ તો મત નહિ

By

Published : Oct 20, 2020, 2:32 AM IST

  • ઉધના વિસ્તારમાં પાણીની સમસ્યા
  • ટેન્કરમાંથી પાણી ભરવા મંજૂર
  • રજૂઆત બાદ પાણીની ટેન્કરો તેમના દ્વારા મોકલવામાં આવે છે

સુરતઃ શહેરના પાંડેસરાના સ્કૂલ ફળિયા વિસ્તારમાં રહેતા લોકો પાણીની અછતના કારણે વલખા મારી રહ્યા છે. આ વિસ્તારની મહિલાઓ હાથમાં પાણીની ડોલ લઈ ટેન્કરમાંથી પાણી ભરી રહ્યા છે. મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે વારંવાર ઉધના ઝોનમાં અરજીઓ કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અને ઝોન દ્વારા અરજીઓ વગર કોઈ જાણકારીએ નિકાલ કરી દેવામાં આવતી હોય છે. વારંવાર રજૂઆત બાદ પાણીના ટેન્કરો તેમના દ્વારા મોકલવામાં આવે છે. પરંતુ તેમના દ્વારા પણ પાણીની અછત પૂર્ણ થતી નથી.

સુરતના ઉધના ઝોનમાં પાણીની અછતથી લોકો ત્રાહિમામ, હવે પાણી નહિ તો મત નહિ

પાણી નહિ તો મત નહિ

પાણીની અછતના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે અને સાફ શબ્દો માં કહી દીધું છે કે તેમની સમસ્યા માટે અત્યાર સુધી કોઈ પણ સ્થાનિક કોર્પોરેટરોએ તેમની મુલાકાત લીધી નથી અને તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જેથી આવનાર સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓ તેમને મત પણ આપશે નહીં.

ABOUT THE AUTHOR

...view details