- સુરત મનપાની બેદરકારી સામે આવી
- મનપાએ પાથરેલા કાંકરામાં બાઈક ચાલકે મારી સ્લીપ
- ઘટના CCTVમાં કેદ, તંત્ર થયુ દોડતું
સુરત : શહેરના વરાછા મેઈન રોડ પર પડેલા ખાડામાં મનપા તંત્રએ કાંકરા પાથરી દેતા વાહનો સ્લીપ થઈ રહ્યા છે. આવી જ એક વધુ ઘટના સામે આવી છે. જેમાં પત્ની સાથે જઈ રહેલા આધેડની બાઈક સ્લીપ થઇ ગયી હતી. જેના કારણે તેઓને ઈજાઓ પહોચી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
સુરત મનપાએ ખાડામાં પાથર્યા કાંકરા, બાઈક થયુ સ્લીપ, ઘટના CCTVમાં કેદ મનપાએ ખાડામાં પાથર્યા કાંકરા
સુરતમાં રહેતા ચિમન પટેલ વરાછા મેઈન રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે અચાનક તેઓની બાઈક સ્લીપ થઇ હતી. બાઈક ચાલક અને તેમની પત્ની રોડ પર પટકાયા હતા. જેના કારણે બાઈક ચાલકને માથાના ભાગે ઈજાઓ થઇ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. અકસ્માતના ભોગ બનનારા ચિમન પટેલે જણાવ્યું હતું કે, અહી મસમોટા ખાડા પડ્યા હતા. જેંના કારણે મનપાએ ખાડાઓમાં કાકરા પાથર્યા હતા. જેથી અહીંથી પસાર થતા વાહનો સ્લીપ થઈ રહ્યા છે. હું પણ અહીંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. તેમજ તંત્ર દ્વારા આ રસ્તા પર કોઈ બેરીકેટ પણ મુકવામાં આવ્યા ન હતા.
તંત્ર દોડતું થઇ ગયું હતું
ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ તંત્ર દોડતું થઇ ગયું હતું. સવારથી જ રસ્તા પર સમારકામ શરુ કરવામાં આવ્યું હતું. ત્યારે અહી સવાલ ઉભો થાય છે કે, કોઈ દુર્ઘટના બાદ જ તંત્ર કેમ દોડે છે ? જો આ કામગીરી અગાઉ કરવામાં આવી હોત અને કોઈ બેદરકારી રાખવામાં આવી ન હોત, તો આ અકસ્માત પણ ન સર્જાયો હોત, કે ન તો બાઈક ચાલકનેે ગંભીર ઈજાઓ પહોંચી હોત.