ગુજરાત

gujarat

ETV Bharat / city

Pandesara Rape with Murder Case: પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા મામલે આરોપીને દોષીત જાહેર કરાયો - પોસ્ટમોર્ટમ રિપોર્ટ મહત્વનો

સુરતના પાંડેસરા (Pandesara Rape with Murder Case) વિસ્તારમાં ગત 7મી ડીસેમ્બર 2020માં 10 વર્ષની બાળકીને વડાપાવ ખાવાના બહાને લઇ જઈ દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી. જે મામલે આજે સુરત સેશન કોર્ટમાં આરોપી દિનેશ બૈસાણને દોષીત જાહેર (Judgement by Surat Court) કરાયો છે. અને હવે આરોપીને 16 ડિસેમ્બરના રોજ સજા ફટકારવામાં આવશે.

Pandesara Rape with Murder Case: પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા મામલે આરોપીને દોષીત જાહેર કરાયો
Pandesara Rape with Murder Case: પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા મામલે આરોપીને દોષીત જાહેર કરાયો

By

Published : Dec 10, 2021, 4:30 PM IST

  • પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા મામલો
  • આરોપીને દોષીત જાહેર કરી 16 ડિસેમ્બરના રોજ ચુકાદો
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ મહત્વનો હતો

સુરત: પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા (Pandesara Rape with Murder Case) મામલે આજે સુરતના સેકેંડ એડિશનલ જજ એન.કે.અંજારીયાએ આરોપી દિનેશ બૈસાણને દોષીત જાહેર કર્યો છે. આ આરોપી વિરુદ્ધમાં ઇન્ડિયન પીનલ કોડ મુજબ 302, 376-AB, 363, 366 વગેરે કલમ મુજબ ગુન્હો નોંધાયો હતો. આ બધી જ કલમ આજે કોર્ટમાં પ્રુફ કરવામાં આવી છે અને આરોપીને કોર્ટે દોષિત જાહેર (Judgement by Surat Court ) કર્યો છે.

Pandesara Rape with Murder Case: પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા મામલે આરોપીને દોષીત જાહેર કરાયો

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મહત્વનો હતો

સરકારી વકીલ નયન સુખડવાલ (Public prosecutor Nayan sukhadvala) એ જણાવ્યુ હતુ કે, "આખા કેસમાં જે રીતે આરોપી બાળકીને લઈને જઈ રહ્યો હતો, તે CCTVથી લઈને બનાવ વાળી જગ્યા ઉપર દુષ્કર્મ-હત્યાનું જઘન્ય કૃત્ય થયું તો ત્યાંથી જેટલા પણ એવિડન્સ મળ્યા જે એક પછી એક આરોપી વિરુદ્ધના હતા. તે તમામ પ્રકારના એવિડન્સ અમે કોર્ટમાં પ્રુફ કર્યા. એની અંદર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મહત્વનો હતો. પોસમોર્ટમ અને DNAના આધારે અમે નક્કી કર્યુ કે, બાળકી ઉપર દુષ્કર્મ (child girl rape surat) પણ કરવામાં આવ્યુ છે. આ ખૂબ જ ગંભીર પ્રકારની હત્યા કહી શકાય છે, કારણકે દુષ્કર્મ કર્યા બાદ જે રીતે બાળકીની હત્યા કરવામાં આવી તે ખૂબ જ ગંભીર પ્રકારની હતી. બાળકીના માથા અને આખોમાં ગંભીર ઈજાઓ હતી.

Pandesara Rape with Murder Case: પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા મામલે આરોપીને દોષીત જાહેર કરાયો

વધુને વધુ સજા મળવી જોઈએ: સરકારી વકીલ

અમે એમ સજાની માંગણી કરી છે કે 376 AB અને 302 આ બન્નેમાં જે પણ સજા આપવામાં આવે જે ખૂબ જ ઓછી છે. ગવર્મેન્ટએ જે ઇન્ડિયન પીનલ કોડમાં જે સુધારો લાવી છે. 376ABમાં તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે 12 વર્ષથી ઓછી વયની છોકરીઓ પર દુષ્કર્મ કરવામાં આવ્યુ છે તો અને તે અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે તો પણ આરોપીને વધુમાં વધુ સજા કરવી જોઈએ. પછી આમાં ભોગ બનનાર જીવીત હોય કે ન હોય, તેને વધુ સજા તો મળવી જ જોઈએ અને આમાં તો દુષ્કર્મ અને હત્યા બંન્ને સાથે જ છે, એટલે આમાં વધુને વધુ સજા મળવી જોઈએ. હવે આરોપીને કેટલી સજા આપવામાં આવે છે એ 16 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે."

Pandesara Rape with Murder Case: પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યા મામલે આરોપીને દોષીત જાહેર કરાયો

શું હતી ઘટના

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 7મી ડીસેમ્બર 2020ના રોજ પોતાના ઘર પાસે રમતી 10 વર્ષની બાળકી અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ આ બાબતે બાળકીના પરિવારને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. અંતે બાળકી ઉધના BRC કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી પાસે આવેલ ઝાડીઓમાં મૃત હાલતમાં મળી આવી હતી, ત્યાર બાદ પોલીસ બાળકીના મૃરદેહનો કબ્જો લઇ હત્યાનો ગુનો નોંધ્યો હતો. FSL રીપોર્ટ આવ્યા બાદ ખબર પડી કે બાળકી ઉપર રેપ પણ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ પોલીસે આ મામલે આરોપી દિનેશ બૈસાણની ધરપકડ કરી હતી. આરોપીએ જણાવ્યુ હતુ કે, દુષ્કર્મ કર્યા બાદ તેને બાળકીએ આંગળીમાં બચકુ ભર્યુ હતું, જેથી આરોપી રોષે ભરાઇને બાળકીના માથાના ભાગે ઈટ મારી હત્યા કરી ભાગી છૂટ્યો હતો.

આ પણ વાંચો:સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરાઈ: ફોરેન્સિક રિપોર્ટમાં કરાયો ખુલાસો

21 ડિસેમ્બર 2020ના રોજ પોલીસે ચાર્જશીટ દાખલ કરી

સુરતના પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ-હત્યામાં પાંડેસરા પોલીસે 36 જેટલા સાક્ષીઓની 250 પાનાંની ચાર્જશીટ CCTV ફૂટેજ, DNA વગેરે પ્રુફ સમાવેશ કરી ત્યારબાદ ફક્ત 13 દિવસની અંદર એટલે કે 21 ડિસેમ્બરના રોજ પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ હતી.

આ પણ વાંચો:પાંડેસરામાં કચરાના ઢગલામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના પ્રકરણમાં બિહારી યુવકની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details