ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત મનપા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવવા માંગતા કાર્યકર્તાઓનું નિરીક્ષકોએ સેન્સ લીધું - વીરજી ઠુમ્મર

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બુધવારે કોંગ્રેસ પાર્ટીના નિરીક્ષકો સુરત આવ્યા હતા. બે દિવસ દરમિયાન તેમને તમામ વોર્ડમાં ઉમેદવારી નોંધાવવા માંગતા તમામ કાર્યકર્તાઓને સેન્સ લીધું હતું. ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને કોંગ્રેસના અન્ય નેતાઓ દ્વારા શહેરમાં બે દિવસ સુધી તમામ કાર્યકર્તાઓને મળી સેન્સ મેળવ્યું હતું.

વિરજી ઠુમ્મર
વિરજી ઠુમ્મર

By

Published : Jan 6, 2021, 8:08 PM IST

સુરત : સ્થાનિક સ્વજરાજની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા હેલ્લો કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકો પોતાના પ્રશ્નો વોટ્સઅપ કરી શકશે, તેમજ ફોન કરીને જણાવી શકશે. કોંગ્રેસ પક્ષ તે પ્રશ્નોને હલ કરવા માટે બનતા પ્રયત્નો કરશે. આ ઉપરાંત સુરતમાં આવનારી ચૂંટણીને લઈને સુરત કોંગ્રસ દ્વારા મહત્વના 12 મુદ્દાઓને લઈને સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ઉમેદવાર બનવા માટે શિક્ષિત મહિલાઓ મોટા પ્રમાણમાં આગળ આવી રહી છે. એટલું જ નહીં શિક્ષિત યુવાઓ પણ કોંગ્રેસ તરફથી કોર્પોરેટર બનવા માગે છે. બે દિવસમાં પ્રદેશમાં રિપોર્ટ પરત મોકલવામાં આવશે.

કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવવા માંગતા કાર્યકર્તાઓનું નિરીક્ષકોએ સેન્સ લીધું

સુરત સહિત ગુજરાતમાં હેલ્લો કેમ્પેઈન શરૂ કર્યું

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજનારી છે. સુરતમાં તમામ પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા સુરત સહિત ગુજરાતમાં હેલ્લો કેમ્પેઈન શરૂ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત સુરત શહેરમાં લોકો પોતાના પશ્નો વોટ્સઅપ પર તથા ફોન કરીને જણાવી શકશે. કોંગ્રેસ તે પ્રશ્નોને હલ કરવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા સુરત શહેરના મહત્વના મુદ્દાઓને લઈને સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવ્યો છે. બુધવાર સુરત શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી તેની માહિતી આપવામાં આવી હતી. જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષારભાઈ ચૌધરી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મંત્રી સોનલબેન પટેલ, ધારાસભ્ય વિરજી ઠુમ્મર, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ હાજર રહ્યા હતા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 100 સ્માર્ટ શાળાની રચના કરાશે

સુરત શહેર કોંગ્રેસે જાહેર કરેલા સંકલ્પ પત્રમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સુરતમાં સત્તા પર આવશે તો સુરતમાં વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવામાં આવશે. આ ઉપરાંત સુરતની સિટી બસમાં સિનિયર સિટિઝન મહિલાઓ અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવાસની જાહેરાત પણ કોંગ્રેસે કરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પાંચ રૂપિયામાં ભરપેટ જમવાની વ્યવસ્થા સાથે સુરત શહેરમાં બે સુરત રસોઈ શરૂ કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 100 સ્માર્ટ શાળાની રચના કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ થયું છે. તેમાં પૂરેપૂરી સુવિધા આપ્યા બાદ વેરો વસુલવામાં આવશે, તેમ કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું. લોકોના આરોગ્યની સુખાકારી માટે વોર્ડ દીઠ 4 શેરી ક્લિનિક શરૂ કરવામાં આવશે અને બુધવારે એપ્લિકેશન લોન્ચ કરી દેવામાં આવી છે. જેના માટે લોકોના મનની વાત સાંભળીને તેમની સમસ્યાનો નિકાલ કરાશે.

ABOUT THE AUTHOR

...view details