ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ફસાડ અંગે બદલાયા નિયમો આ બાબતોનું રાખવું પડશે ધ્યાન..

સરોલી નજીક આવેલી રઘુવીર કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગની ઘટના બાદ SUDA ચેરમેન દ્વારા બુધવારના રોજ એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં શહેરના આર્કિટેક, બિલ્ડર, ડેવલોપર સહિત માર્કેટના વેપારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હાઇરાઈઝ બિલ્ડીંગ અથવા ઇમારતમાં ફસાડ કરતા પહેલા તેની જાણ પાલિકા અથવા સુડાને કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું.

the Highrise Building or the building is compromised
સુરતમાં ફસાડ બનાવતા પહેલા પાલિકા કે SUDAની મંજૂરી લેવી ફરજીયાત

By

Published : Jan 22, 2020, 5:07 PM IST

સુરત: SUDAના ચેરમેને જણાવ્યું હતું કે, લિફ્ટના વાયરિંગ અને ACમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. બાદમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બિલ્ડીંગના ફસાડને કારણે આગ પર કાબુ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. જેના કારણે બુધવારે યોજાયેલી બેઠકમાં હાઇરાઈઝ બિલ્ડીંગ અથવા ઇમારતમાં ફસાડ કરતા પહેલા તેની જાણ પાલિકા અથવા SUDAને કરવાની રહેશે. જે માટે ત્રણ નિયમોનું પાલન કરવામાં આવશે અને કોઈ એક વ્યક્તિની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

સુરતમાં રઘુવીર સેલિયમ કાળ માર્કેટમાં બનેલી ભીષણ આગની ઘટનાએ સુરત ફાયર વિભાગને ઝંઝોળી નાખ્યું હતું. 28 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને સફળતા મળી હતી, પરંતુ માર્કેટમાં લાગેલા ફસાડના કારણે આગ પર કાબુ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી. જેને લઈ બુધવારે પાલિકા કમિશનર અને SUDA ચેરમેન બંછાનિધિ પાણીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક વેસુ સ્થિત SUDA ભવન ખાતે રાખવામાં આવી હતી.

સુરતમાં ફસાડ બનાવતા પહેલા પાલિકા કે SUDAની મંજૂરી લેવી ફરજીયાત

આ બેઠકમાં શહેરના આર્કિટેક, બિલ્ડર, વેપારીઓ અને ડેવલોપર આ બેઠકમાં હાજર રહ્યા હતા. જ્યાં જેટલી હાઉરાઈઝ બિલ્ડીંગ અને માર્કેટોમાં રહેલા ફસાડને દૂર કરવા અને જરૂર જણાય તો આગની ઘટનાના સમયે ડિસ્ટર્બનર્સ ન બને, તે રીતે ઉભા કરવા અંગેની સૂચના આપવામાં આવી હતી. પાલિકા કમિશનરે આ અંગે જણાવ્યું હતું કે, સેફટી એક્ટ હેઠળ નવા નિયમો બનાવવામાં આવશે. જે માટે SUDAના ટાઉન પ્લાનર વિભાગને સૂચના પણ આપી દેવામાં આવી છે.

ચેરમેન બછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે, હાઇરાઈઝ બિલ્ડીંગ અને માર્કેટમાં ટાઉન પ્લાનર ડિપાર્ટમેન્ટ વિભાગને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ફસાડ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા માટેની સુવિધા ઉભી કરવામાં આવશે. ઉપરાંત સેફટી ફર્સ્ટ મિશન પણ ચાલુ કરવામાં આવશે. બિલ્ડીંગના તમામ કર્મચારીઓને ફાયર અંગેની જાણકારી હોવી જોઈએ હોવી જોઈએ. દરેક ઇમારતમાં એક વ્યક્તિ ફાયરની જાણકારી રાખતા વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે. આ સાથે હાઇરાઈઝ માર્કેટ અને બિલ્ડીંગોમાં ફસાડ ખુલ્લા હોવા જોઈએ. જે માટે ફસાડ અંગે જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. ગત રોજ લાગેલી આગની ઘટનામાં 4 કરોડ લીટર પાણીનો વપરાશ થયો છે. જે ખર્ચ થયો તે બિલ્ડર પાસેથી વસુલવામાં આવશે.

રઘુવીર કાપડ માર્કેટમાં આગ લાગવાની ઘટનામાં લિફ્ટના ઇલેક્ટ્રિકના વાયરિંગને કારણે અને ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બિલ્ડીંગને શીલ કરવામાં આવશે, ત્યારબાદ સ્ટેબિલિટી તપાસ કરવામાં આવશે. બિલ્ડીંગ ઉપયોગમાં લઇ શકાય કે કેમ ? જો નહીં તો ડિમોલિશન કરી દેવામાં આવશે. આ સાથે આવી હાઇરાઈઝ બિલ્ડીંગના ડેટા પણ રાખવામાં આવશે. જે ડેટા પ્રમાણે ઉભી કરવામાં આવેલી હાઇરાઈઝ બિલ્ડીંગોને ત્રણ નિયમોના વિભાગોમાં વહેંચવામાં આવશે. ફસાડ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવશે. તેના માટે એક ફી નક્કી કરવામાં આવશે.

દરેક બિલ્ડીંગમાં મોકડ્રરીલનું આયોજન કરવામાં આવશે. તમામ ફસાડ માટે એક ગાઇડ લાઇન છે. ફસાડ માટે ખાસ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે તે માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. દરેક પાંચ વર્ષમાં આર્કિટ્રક્ચરલ મુદ્દે પણ તપાસ થશે.

ABOUT THE AUTHOR

...view details