ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત-ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ઝીંગા તળાવના કારણે વરસાદી પાણી ભરાવવાના મુદ્દે NGTએ ફટકારી નોટિસ

સુરત અને ભરૂચ જિલ્લામાં વરસાદી પાણી ભરાવવાને લઇ પર્યાવરણવાદીએ ફરિયાદ કરતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) સુરત કલેક્ટર અને ભરૂચ કલેક્ટર, સિંચાઈ વિભાગ ગાંધીનગર, વન પર્યાવરણ વિભાગ GPCB, જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર, વન મંત્રાલય ભારત સરકારને નોટિસ ફટકારવામાં આવી છે. ઓલપાડ અને ભરૂચમાં માનવ સર્જિત પૂર આવે છે, જેને લઈ પર્યાવરણવાદીએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)માં પીટીશન દાખલ કરી હતી.

ngt-issues-notice
ગેરકાયદેસર ઝીંગા તળાવના કારણે વરસાદી પાણી ભરાવવાના મુદ્દે NGTએ ફટકારી નોટિસ

By

Published : Aug 27, 2020, 8:52 PM IST

સુરતઃ જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં વરસાદી પાણી ભરાવવાને લઇ પર્યાવરણવાદીએ ફરિયાદ કરતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સુરત કલેક્ટર અને ભરૂચ કલેક્ટર, સિંચાઈ વિભાગ ગાંધીનગર સચિબ, વન પર્યાવરણ વિભાગ GPCB, જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર, વન મંત્રાલય ભારત સરકારને નોટિસ ફટકારવામાં આવી છે. ઓલપાડ અને ભરૂચમાં માનવ સર્જિત પૂર આવે છે, જેને લઈ પર્યાવરણવાદીએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)માં પીટીશન દાખલ કરી હતી.

ગેરકાયદેસર ઝીંગા તળાવના કારણે વરસાદી પાણી ભરાવવાના મુદ્દે NGTએ ફટકારી નોટિસ

સુરત જિલ્લામાં તેમજ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ઝીંગા તળાવના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે, જેના કારણે ખેતરોમા પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન થાય છે. આ બાબતને ધ્યાને લઇ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ કરાઈ હતી.

જેમાં જણાવાયું હતું કે, સુરત અને ભરૂચ જિલ્લામાં સેના અને કિમ નદી પર CRZ અને CVC વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવ ઉભા કરાયા છે. સમુદ્રમાં ભળતી તાપી નદી અને કાંઠા વિસ્તારની આસપાસ 90 ટકા દબાણ ઝીંગા તળાવ દ્વારા કરવામાં આવ્યું છે. જેના કારણે પાણી નિકાલની સમસ્યા ઊભી થઈ છે. આ સમગ્ર બાબતે જવાબ રજુ કરવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details