ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં રોઝા રાખવાની સાથે મુસ્લિમ યુવકો 24 કલાક આપે છે ઓક્સિજનની સેવા

કોરોનાકાળમાં ઓક્સિજનના અભાવે કોઈ દર્દીનો જીવ ન જાય તે માટે કોસંબા ખાતે સંચાલિત રહમાન એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ દ્વારા રોઝા રાખી 24 કલાક આજુબાજુ વિસ્તારમાં દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન બોટલ પુરી પાડી રહ્યા છે.

રહમાન એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટના સભ્યો કરી રહ્યા છે સેવા
રહમાન એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટના સભ્યો કરી રહ્યા છે સેવા

By

Published : May 10, 2021, 1:43 PM IST

  • રહમાન એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટના સભ્યો કરી રહ્યા છે સેવા
  • દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન બોટલ પુરી પાડી રહ્યા છે
  • ટોટલ 70 જેટલી બોટલ એકઠી કરી સેવા કરી રહ્યા છે

સુરત:હાલ કોરોના મહામારીને લઈને હાલ રાજ્યમાં ઓક્સિજનની માંગ ઉઠી રહી છે અને ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત થઈ રહ્યા છે, ત્યારે કોસંબા તેમજ આજુબાજુના વિસ્તારમાં કોઈ દર્દીઓને ઓક્સિજન અભાવે જીવ ન ગુમાવવો પડે તે માટે હાલ રહમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આગળ આવ્યું છે. કોરાનાની પહેલી લહેરથી જ દર્દીઓને નિઃશુલ્ક ઓક્સિજનની બોટલ આપી રહ્યા છે અને એક માનવતાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. કોરાનાની પહેલી લહેરના સમયે 30 બોટલની વ્યવસ્થા કરી હતી. હાલ ઓક્સિજનની વધુ માંગ ઉઠતા હાલ વધુ 40થી વધુની બોટલ ખરીદી કરી ટોટલ 70 જેટલી બોટલ એકઠી કરી સેવા કરી રહ્યા છે.

મુસ્લિમ યુવકો 24 કલાક આપે છે ઓક્સિજનની સેવા

આ પણ વાંચો: ડોદરામાં ચાર ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રોઝા હોવા છતાં મુસ્લિમ યુવકો 24 કલાક આપે છે ઓક્સિજનની સેવા

હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યા છે. જેને લઈને ટ્રસ્ટમાં સેવાકીય પ્રવૃતિ કરતાં મુસ્લિમ યુવકો રોઝા હોવા છતાં ટ્રસ્ટની ઓફિસ પર બેસે છે અને ઓક્સિજનની બોટલ લેવા આવતા લોકોને ઓક્સિજનની બોટલ આપી રહ્યા છે.

આ પણ વાંચો: પ્રાણવાયુની કાળાબજારી કરતા 2 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

કોઈ પણ નાત જાતના ભેદ રાખતા નથી

રહમાન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જનાબ મુફ્તી મહોમંદ સરોદીએ જણાવ્યું હતું કે, અમારી ઓફિસ 24 કલાક ખુલ્લી રહે છે અને અમારા ટ્રસ્ટની મદદ લેવા હિન્દૂ-મુસ્લિમ કે પછી કોઈ પણ જાતના લોકો આવે છે. અમે ભેદભાવ રાખતા નથી અને તેઓને તાત્કાલિક ઓક્સિજનની બોટલ આપીએ છીએ. સાથે જ તેઓએ અપિલ કરી હતી કે, હાલ કોરાનાની આ બીજી લહેર દિવસેને દિવસે વધુ ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે આપણે બચવા માટે કોરાના ગાઈડલાઈનનું પાલન કરી અને કામ વગર ઘરની બહાર ન નીકળીએ.

ABOUT THE AUTHOR

...view details