ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત: કોવિડ વોર્ડમાં 7200થી વધુ બેડ ખાલી, રોજ થાય છે 8 હજારથી વધુ ટેસ્ટિંગ - Health Officer Pradeep Umrigar

અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના સંક્રમણ ફરી એક વખત વધે તેવી સ્થિતિ સર્જાઇ છે. તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. તહેવારોને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા દરરોજ 8000થી 9000 સુધી કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં દર રોજ આશરે 150 જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.

કોવિડ વોર્ડમાં 7200થી વધુ બેડ ખાલી
કોવિડ વોર્ડમાં 7200થી વધુ બેડ ખાલી

By

Published : Nov 18, 2020, 3:59 PM IST

  • સુરતમાં કોવિડ વોર્ડમાં 7200થી વધુ બેડ ખાલી
  • તહેવારોને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા તમામ તકેદારીના ભરવામાં આવી રહ્યા છે પગલા
  • કુલ 71 ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં હાથ ધરાઈ રહ્યું છે ટેસ્ટિંગ

સુરતઃ જિલ્લામાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે, ત્યારે દિવાળી તહેવારને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દરરોજ 8000 થી લઇ 9000 સુધી કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે.

કોવિડ વોર્ડમાં 7200થી વધુ બેડ ખાલી

ગીચ-વિસ્તાર સહિત ભીડભાડ વાળા વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારાયું

આ અંગે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગીચ વિસ્તાર સહિત ભીડભાડ વાળા વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારે કરવામાં આવી રહ્યુ છે. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિત કુલ 71 ટેસ્ટીંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં કોવિડનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ધનવતરી રથ દ્વારા પણ હાથ ધરાઈ રહ્યું છે ટેસ્ટિંગ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતના પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં કોવિડ બેડ સંખ્યા 7750 છે. જેમાંથી 7200 જેટલા બેડ હાલ ખાલી છે અને 550 બેડ પર દર્દીઓની સારવાર ચાલી રહી છે. 56 દર્દીઓ ઓક્સિજન પર છે, 10 બાયપેપ અને વેન્ટિલેટર પર છે. જિલ્લામાં 80 ધનવતરી રથ દ્વારા પણ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details