- ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ ગુજરાત મંત્રીમંડળમાં સામેલ
- પૂર્ણેશ મોદી વકિલાતની ડીગ્રી પણ ધરાવે છે
- વિધાનસભામાં સંસદીય સચિવ તરીકે નિમાયા હતા
સુરત : પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ ગુજરાત મંત્રીમંડળમાં સામેલ થયા છે. તેઓ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ વિધાનસભામાં સંસદીય સચિવ તરીકે નિમાયા હતા, તેઓ 55 વર્ષના છે. વકિલાતની ડીગ્રી પણ ધરાવે છે.
બીજેપીના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે
શરૂઆતથી જ ભાજપમાં સક્રિય રહ્યા છે. તેઓ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. સાથેસાથે બીજેપીના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલ જ સુરત કોર્ટમાં કોંગ્રેસના નેતા વિરુદ્ધ મોદી સમાજ વિશે વિવાદીત ટિપ્પણી કરવામાં આવી હતી, તેમાં પણ તેઓ ફરિયાદી છે.
પૂર્ણેશ મોદીને જોઈ લોકો આશ્ચર્યમાં
સુરત શહેરમાં અગાઉ બે જૂથ ભાજપમાં જોવા મળતા હતા, જેમાંથી એક સી.આર.પાટીલ જૂથ અને બીજુ પૂર્ણેશ મોદી જૂથ તરીકે ઓળખાય છે. લોકોને કલ્પના નહોતી કે, જ્યારે બી.આર.પટેલ પ્રદેશ પ્રમુખ હશે, ત્યારે પૂર્ણેશ મોદીને મંત્રાલય મળી શકે છે. પરંતુ અચાનક જ સ્ટેજ પર પૂર્ણેશ મોદીને જોઈ લોકો આશ્ચર્યમાં આવી ગયા છે.