ગુજરાત

gujarat

ETV Bharat / city

પાલનપુરમાં મધ્યપ્રદેશની શ્રમજીવી પરિણીતા પર દુષ્કર્મ - CRIME RATIO IN GUJARAT

સુરત પાલનપુર જકાતનાકા વિસ્તારમાં મધ્યપ્રદેશની પરિણીતા નવનિર્મિત કન્સ્ટ્રકશન સાઈટ પર મજૂરી કામ કરવા આવતા પરિણીતાના કૌટુંબિક કાકાજી સસરાએ 14 જાન્યુઆરીના રાત્રે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે કૌટુંબિક કાકાજી સસરાએ પરિણીતાને આ ઘટના બાબતે કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે અંતે પરિણીતાએ ગામડે ગયા બાદ બાજના જિલ્લામાં ફરિયાદ નોંધાવતા મંગળવારે સાંજે અડાજણ પોલીસ મથકે કાકા-સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુરમાં મધ્યપ્રદેશની શ્રમજીવી પરિણીતા પર દુષ્કર્મ
પાલનપુરમાં મધ્યપ્રદેશની શ્રમજીવી પરિણીતા પર દુષ્કર્મ

By

Published : Mar 3, 2021, 1:26 PM IST

  • પરિણીતા મજૂરી કામ માટે પાલનપુર આવી હતી
  • મધ્યપ્રદેશના બાજના જિલ્લામાં પરત જઈને નોંધાવી પોલીસ ફરિયાદ
  • દુષ્કર્મ આચર્યા બાદ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરતઃઅડાજણ પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં નવનિર્મિત ઈમારતમાં મધ્યપ્રદેશની એક પરિણીતા મજૂરી કામ કરવા માટે આવી હતી. પરિણીતા પર મધ્યપ્રદેશના બાજના જિલ્લાના રતલામના રહેવાસી કૌટુંબિક કૌટુંબિક કાકાજી સસરા પુંજા મહેશજી ખરાડીની ખરાબ નજર હતી. કૌટુંબિક કાકાજી સસરાએ વહુ પ્રત્યેની તમામ હદો વટાવીને 14મી જાન્યુઆરીના રોજ રાત્રિએ પરિણીતાને બળજબરીથી બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ તેમના જાળમાંથી છૂટવાની કોશિશ કરતા કૌટુંબિક કાકાજી સસરાએ પરિણીતાનું મોઢુ દબાવી દીધું હતું.

સુરત પોલીસે કૌટુંબિક કાકાજી સસરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આવુ દુષ્કૃત્ય કૌટુંબિક કાકાજી સસરાએ કરતા પરિણીતા પરત મધ્યપ્રદેશ ચાલી ગઇ હતી અને મધ્યપ્રદેશના બાજના જિલ્લામાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ લઇ સુરત પોલીસને ફરિયાદ મોકલી હતી. અડાજણ પોલીસે કાકાજી સસરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details